જૂનાગઢ જીલ્લામાંથી દરરોજ બેથી વધુ વખત પસાર થતા વાહનોને ટોલ ટેકસમાંથી મુકિતની માંગ

0

જૂનાગઢમાંથી પ૦ કિ.મી.ની હદસુધી દરરોજ બે થી વધુ વખત પસાર થતા વાહન ચાલકોને ખોખરડા ફાટકે ટોલ ટેકસમાંથી મુકિત આપવાની માંગણી ધારાસભ્ય હર્ષદ રીબડીયા તથા જીલ્લા કોંગ્રેસ સમિતિનાં હોદેદારો નેશનલ હાઈવે ઓથોરીટી સમક્ષ કરી છે. પત્રમાં જણાવેલ છે કે જૂનાગઢ જીલ્લામાં જેતપુર-સોમનાથ નેશનલ હાઈવે ઉપર વંથલી તાલુકાનાં ખોખરડા ફાટકે ટોલનાકુ આવેલું છે. જે ટોલનાકા દ્વારા પ૦ કિલોમીટરની રેન્જમાં કેશોદથી જૂનાગઢ વિગેરે દિવસમાં કામ-ધંધા અર્થેછ અવર-જવર કરતા ફોરવ્હીલ વાહન માલીકો પાસેથી પોતાનાં વાહનોનો તગડો ટેકસ વસુલ કરે છે જેનાં કારણે ટોલનાકાની આજુબાજુનાં પ૦ કિલોમીટરની રેન્જમાં આવતા વાહન માલિકો દિવસમાં બે થી ચાર વખત અવર-જવર કરનારને હાલની કારમી મોંઘવારીમાં તમામ ધંધા રોજગારમાં ભયંકર મંદીનો છે જેનાં કારણે દિવસમાં બે થી ચાર વખત ટોલ ભરી આર્થિક નુકશાનીનો સામનો કરવો પડે છે. કેશોદ જૂનાગઢ રૂટમાં આવતા વિસ્તારમાંથી અરસ પરસ આવન-જાવન કરતા નાના ઈન્ડસ્ટ્રીયલ માલીકો, નોકરીયાતો, નાના એવા કોર્મશીયલ ધંધાર્થીઓ, વેપારીઓ, ખેડૂતો અને અન્ય વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને ટોલનાં ભરણમાંથી મુકિત આપવા અને તેવા વાહના માલીકોને ખરાઈ માટે પાસ ઈસ્યુ કરવા અંતમાં જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!