ગીર સોમનાથ જીલ્લાનાં કર્મચારીઓ માટે ડીઝાસ્ટરની મેનેજમેન્ટ ટ્રેનીંગનું આયોજન

ગીર સોમનાથ જીલ્લાના વિવિધ કર્મચારીઓ માટે આગામી તા.ર૭ તથા તા.૨૮ ઓક્ટોબરના રોજ ડીઝાસ્ટર મેનેજમેન્ટની ટ્રેનીંગનું આયોજન કરવામાં આવેલ છે. ગુજરાત ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (જી.ડી.એમ.એ.) તથા ગીર સોમનાથ જીલ્લાના મુખ્ય અધિકારીઓના સહકારથી ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત સ્ટેટ બ્રાન્ચ હેઠળ ગીર સોમનાથ જીલ્લાના વિવિધ કર્મચારીઓમાં તલાટી, પંચાયત, ગ્રામ વિકાસ એજન્સી, શિક્ષકો, નગરપાલિકાના કર્મીઓ માટે માટે ડીઝાસ્ટર મેનેજમેન્ટની ટ્રેનીંગ આગામી તા.ર૭ તથા તા.૨૮ ઓક્ટોબરના સવારે સાડા નવ થી સાંજે પાંચ વાગ્યા સુધી મણીબેન કોટક હાઇસ્કુલ વેરાવળ ખાતે યોજાનાર છે. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગીર સોમનાથ જિલ્લા શાખાના ચેરમેન કિરીટભાઇ ઉનડકટ અને ડીઝાસ્ટર મેનેજમેન્ટના કમિટી સભ્યો ગુજરાત સ્ટેટ બ્રાન્ચના ડીઝાસ્ટર ડાયરેકટર સુરેશ ગામી ની સાથે તૈયારી શરૂ કરેલ હોવાનું એમ ઓન. સેક્રેટરી સેવારામભાઇ મુલચંદાણીએ જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!