ગીર સોમનાથ જીલ્લાનાં ૧૪૩ ગામોના ખેડુતોને દિનકર યોજના હેઠળ દિવસે વિજળી મળશે

કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા જગતના તાત એવા ખેડુતોને દિવસમાં વિજળી મળી રહે તે માટે દિનકર યોજનાની શરૂઆત કરવાનો ર્નિણય કરેલ છે. આ યોજનાનાં પ્રથમ ભાગમાં જ ગીર સોમનાથ જીલ્લાના ૧૪૩ ગામોને તા.૨૪ મીથી લાભ આપવાની શરૂઆત કરવામાં આવે તેવી જાહેરાતથી ખેડુતવર્ગમાં ખુશીની લહેર પ્રસરી છે. તા.૨૪ મીએ જુનાગઢ આવી રહેલા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની હાજરીમાં વર્ચચ્યુવલ રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશના સૌથી લાંબા રોપ-વેનું લોકાર્પણ કરવાના છે. ત્યાયરે આ કાર્યક્રમની સાથે પીએમ મોદી અને સીએમ રૂપાણી દિનકર યોજનાનો પણ ઇ-લોન્ચીંગ થકી પ્રારંભ કરાવશે. આ યોજનાનો લાભ ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી અને રાજકોટ જીલ્લાના ખેડૂતોને થનાર છે. જેમાં ગીર સોમનાથ જીલ્લાના વેરાવળ, સુત્રાપાડા, તાલાળા, ગીરગઢડા, કોડીનાર પાંચ તાલુકાના કુલ ૧૪૩ ગામોના ખેડૂતોને હવે રાત્રીના બદલે કાયમી માટે દિવસ દરમ્યાન ૩-ફેઝ વીજ પુરવઠો મળી રહેશે. આ યોજનાથી ખેડૂતોને રાની પશુઓના ત્રાસથી છૂટકારો મળશે અને કૂષિ ઉત્પાદનમાં વધારો કરી શકશે. દિવસ દરમ્યમાન વીજ પુરવઠાના સમયગાળાથી કામગીરીની સુવ્યવસ્થીત સુનિશ્ચિત થશે. આ યોજનાના પ્રથમ તબક્કામાં કુલ ૫૨ સબ સ્ટેશનો હેઠળના કુલ ૨૯૬ વીજ ફીડરોનો સમાવેશ કરવામાં આવેલ હોવાનું પીજીવીસીએલના અધિકારીએ જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!