નીચલા દાતાર ખાતે ઉર્ષ મેળો બંધ રહેશે

આસ્થાનાં પ્રતિક એવા નીચલા દાતાર ખાતે ઉર્ષ મેળાનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. ચાલુ વર્ષે કોરોના મહામારીના કારણે લોકો એકબીજાના સંપર્કમાં આવવાથી કોવીડ-૧૯નું સંક્રમણ ફેલાવવાની શકયતા હોય આ વર્ષે સને ર૦ર૦માં દાતાર ઉર્ષ મેળો જે તા.ર૭-૧૦-ર૦ર૦ થી તા.૩૦-૧૦-ર૦ર૦ સુધી યોજાનાર હતો તે બંધ રાખવામાં આવેલ છે. પરંતુ ધાર્મિક વિધિ પરંપરાગત રીતે સાદાઈથી કરવામાં આવશે જેની તમામ ધર્મપ્રેમી જનતાએ નોંધ લેવા જૂનાગઢ શહેર મામલતદારની યાદીમાં જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!