દ્વારકા જીલ્લા પોલીસ વડા સુનીલ જોષીએ દ્વારકાધીશ જગત મંદિરની મુલાકાત લીધી

વિશ્વ પ્રસિદ્ધ દ્વારકાના જગતમંદિર માટે નવું પોલીસ દળ મંજુર કર્યા પછી એસ.પી. સુનિલ જોષીએ દ્વારકાની મુલાકાત લઈ મંદિરની સુરક્ષા જરૂરિયાતોનું નિરીક્ષણ કર્યું હતું અને અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા સુનિલ જોષીએ રાજ્ય સરકાર દ્વારા સલામતિ-સુરક્ષા માટે નવા બનાવાયેલા પોલીસ દળના અમલ માટે દ્વારકાધીશ મંદિરની મુલાકાત અધિકારી ગણ સાથે લીધી હતી. જિલ્લા પોલીસ વડા સુનિલ જોષી, ઈન્ચાર્જ ડી.વાય.એસ.પી. સમીર શારડા તથા ઈન્ચાર્જ પી.આઈ. ગજેન્દ્રસિંહ ઝાલા વિગેરેએ મંદિરના વિવિધ ભાગોનું નિરીક્ષણ કરીને વર્તમાન સુરક્ષા માટેની સ્થિતિની જાણકારી મેળવી હતી અને અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. દ્વારકાધીશ જગતમંદિર મંદિરના મુખ્ય પ્રવેશ દ્વાર, સ્વર્ગ દ્વાર, મોક્ષ દ્વાર તથા મંદિર શિખરના ઉપરના મજલાઓ અને શારદાપીઠ, ભોગ ભંડાર, ગર્ભગૃહ, નિજમંદિર તથા મંદિર પરિસરમાં આવેલા તમામ મંદિરોનું જાત નિરીક્ષણ કર્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!