શેરીયાખાણમાં ફાયર સેફટીનાં સાધનો રાખ્યા વગર બાયો ડિઝલનો જથ્થો સંગ્રહ કરનાર ચાર સામે ગુન્હો નોંધાયો

0

માળિયાનાં શેરીયાખાણ ગામેથી પોલીસે દરોડો પાડી ફાયર સેફટીનાં સાધનો રાખ્યા વગર બાયોડિઝલનો જથ્થો સંગ્રહ કરનાર ચાર સામે ગુનો નોંધ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ માળિયાનાં શેરીયાખાણ ગામે પીએસઆઈ એચ.વી.રાઠોડ અને સ્ટાફે રેઈડ કરી સરકારની ગાઈડ લાઈન મુજબના કોઈપણ પ્રકારનાં ફાયર સેફટીના સાધનો રાખ્યા વગર અને પુર્વ મંજુરી વગર આર્થિક લાભ મેળવવાના ઈરાદે જવલનશીલ પદાર્થ બાયોડીઝલ લીટર ૪ર૦૦નો સંગ્રહ કરનાર શેરીયાખાણનાં યાસીનભાઈ ઈસ્માઈલભાઈ લાખા, વંથલીનાં આસીફભાઈ આદમભાઈ સોઢા, કણઝાધારનાં સુરેશભાઈ કાનજીભાઈ મકવાણા અને વંથલીનાં અલારખા આરબભાઈ સમા વિરૂધ્ધ પોલીસે ગુનો નોંધી બાયોડીઝલ, સાધનો, ટ્રક સહિત કુલ રૂા.૧૧,૪૭,૩૦૦નો મુદામાલ કબજે કરી ખુદ પીએસઆઈએ ફરીયાદી બની ચારેય વિરૂધ્ધ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!