અગતરાય ગામે ધમકીઓથી તંગ આવી આધેડે ફિનાઈલ પી લીધું

કેશોદનાં અગતરાય ગામે બાગ વિસ્તારમાં રહેતા ધનાભાઈ ભોજાભાઈ પરમાર (ઉ.વ.પ૦) એ દેવરાજભાઈ સોમાભાઈ ગોહેલ રહે.મૂળ માનખેત્રા ગામ તા.માંગરોળ અને (ર) પ્રવિણભાઈ હીરાભાઈ મહીડા રહે.શાપુર તા.વંથલી વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવાયું છે કે આ કામનો આરોપી નં.૧ના ફરીયાદીનો ભાણેજ થતો હોય જેથી ફરીયાદીના ઘરે રહેવા જતો રહેલ ત્યારે આરોપી નં.ર પણ ફરીયાદીના ઘરે અવાર-નવાર આવી બંને આરોપીઓએ ફરીયાદીની સાથે ઝઘડાઓ કરી ફરીયાદી તથા તેના પરિવારને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી ફરીયાદીની દીકરીના મોબાઈલમાં મેસેજ કરતા ફરીયાદીએ આરોપી નં.૧ ને ઘરેથી કાઢી મુકતા જે અંગેનું મનદુઃખ રાખી બંને આરોપીઓએ ફરીયાદીની દીકરીના મોબાઈલમાં ફોન કરી ફોન ઉપર ભુંડી ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હેરાન પરેશાન કરતા ફરીયાદી જાતેથી ફીનાઈલ પી જઈ બંને આરોપીઓએ એકબીજાને મદદગારી કરી ગુન્હો કર્યો છે. આ બનાવમાં પોલીસે ફરીયાદ નોંધી હે.કો. એચ.યુ.દવેએ આગળની તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!