માતાજીનું આઠમું સ્વરૂપ નામ મહાગૌરી છે. માતાજીનું સ્વરૂપ એકદમ ગૌર છે. એટલે કે સફેદ છે. માતાજી આઠ વર્ષની બાળાના સ્વરૂપમાં બિરાજે છે. માતાજીને ચાર હાથોમાં જમણા હાથમાં વરદાન મુદ્રા છે તથા ત્રિશુળ છે. ડાબી બાજુના હાથોમાં ડમરૂ અને અભય મુદ્રા છે.
મહાગૌરી માતાજીની પૂજા ઉપાસના નવરાત્રીના આઠમાં નોરતે થાય છે. માતાજીની ઉપાસના કરવાથી અમોધ સિધ્ધીની પ્રાપ્તિ થાય છે અને ભકતોનું કલ્યાણ થાય છે. સાથે પાછલા જન્મોમાં કરેલા પાપોનો પણ ક્ષય થાય છે. માતાજીની કૃપાથી અલૌકિક સિધ્ધીની પ્રાપ્તિ થાય છે. જે મનુષ્ય માતાજીની ભક્તિ ભાવથી પૂજા કરે છે. તેને માતાજી વરદાન આપે છે અને તેની બધીજ શુભ મનોકામના પુર્ણ થાય છે. માતાજીનો મંત્ર છે ૐ ક્રીં હ્રીં વરદાયૈ નમઃ
નૈવેદ્યઃ માતાજીને શ્રીફળ અર્પણ કરવું, માતાજીને શ્રીફળ અર્પણ કરવાથી મનની બધીજ શુભ મનોકામના પુર્ણ થાય છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews