વેરાવળમાં ટ્રેકટર ચલાવવા બાબતે બે પક્ષો વચ્ચે- મારામારી સર્જાઇ

0

વેરાવળ તાલુકાના ભાલપરા ગામે રહેતા વિનોદ કરશનભાઇ બામણીયા ઉ.વ.૩પ એ નોંધાયેલ ફરીયાદમાં મુકેશ કેશુરભાઇ પટાટ ટ્રેકટર લઇને નીકળેલ તેને ટ્રેકટર ધીમું ચલાવવાનું કહેતા મુકેશએ અન્યોને બોલાવી બીભત્સ શબ્દો બોલી જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરી ઢીકા પાટુનો માર મારેલ હોવાનું જણાવી માલદે કરશનભાઇ પટાટ, અજય માલદેભાઇ પટાટ, રમેશ ઉર્ફે પોપટ, મેરામણ ઝાલા, ઉત્તમ ઉકાભાઇ વાઢેર અને એક અજાણ્યો ટ્રેકટરનો ચાલક સામે નોંધાવેલ છે. જયારે સામે પક્ષે મુકેશ કેશુરભાઇ પટાટએ નોંધાવેલ ફરીયાદમાં કેબલ કેમ તોડી નાખેલ છે તેમ કહી વિનોદ કરશનભાઇ બામણીયા, કરશનભાઇ બામણીયા, રૂડીબેન કરશનભાઇ બામણીયા, મનસુ લખમણભાઇ બામણીયા, કાંતીભાઇ લખમણભાઇ બામણીયા, ભાવેશ નારણભાઇ, રમેશ હરણાસા વાળાએ બીભત્સ શબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપેલ હોવાનું નોંધાવેલ છે. આ બનાવ અંગે પોલીસે બન્ને પક્ષની ફરીયાદના આધારે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ઘરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!