પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ ૨૦૧૯ પર સંયુક્ત સમિતિની બેઠક ૨૮ અને ૨૯ ઓક્ટોબરે થશે. લોકસભા સચિવાલય તરફથી આપવામાં આવેલી માહિતી અનુસાર પહેલી બેઠક ૨૮ ઓક્ટોબરે અને બીજી બેઠક ૨૯ ઓક્ટોબરે આયોજિત કરવામાં આવશે. ટિ્વટર અને એમેઝોન વેબ સર્વિસીઝના પ્રતિનિધિઓને ૨૮ ઓક્ટોબરે અને પેટીએમ-ગૂગલે ૨૯ ઓક્ટોબરે હાજર થવા માટે કહેવામાં આવ્યુ છે. આ દરમ્યાન એ પણ સામે આવ્યુ છે કે એમેઝોને સંયુક્ત સમિતિ સામે હાજર થવાનો ઈનકાર કરી દીધો છે. પેટીએમ, એમેઝોન, ફેસબુક અને ટિ્વટરને સંસદની સંયુક્ત સમિતિએ ડેટાની સુરક્ષા અને પ્રાઈવસીના મુદ્દે સમન જારી કર્યા છે. સમિતિની અધ્યક્ષતા ભાજપ સાંસદ મીનાક્ષી લેખી કરી રહ્યા છે. એમેઝોનના હાજર થવા અંગે ઈનકાર વિશે મિનાક્ષી લેખીએ કહ્ય્š કે કંપનીના પ્રતિનિધિઓને ૨૮ ઓક્ટોબરે સમિતિ સામે હાજર થવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. સમિતિની અધ્યક્ષતા ભાજપ સાંસદ મીનાક્ષી લેખી કરી રહયા છે. કંપનીનાં પ્રતિનિધિઓને ર૮ ઓકટો.એ સમીતી સામે હાજર થવા નિર્દેશ આપ્યા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews