શક્તિની આરાધના-ઉપાસનાના મહા પર્વ નવરાત્રી ચાલી રહી છે. ત્યારે એ જાણવું રસપ્રદ થશે કે શિવ અને શક્તિના ધામ વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિરમાં નવરાત્રીના નવે-નવ દિવસ પ્રભાત, મધ્યાહન, સંધ્યા આરતી પૂર્વે વગાડાતી શરણાઈ, નોબત જુગલબંધી સાથે અને મહાદેવની જયારે આરતી ઉતરતી હોય ત્યારે માતાજીની દિવ્ય આરતીઓ સુરીલી શરણાઈ ઉપર આંગળીના ટેરવે શહનાઈ વાદક મુકેશભાઈ મકવાણા સુરમય બની વગાડતા રહે છે. તેની સંગતમાં નોબત વાદક હરીશભાઈ ચુડાસમા અદ્ભૂત વાદન સાથે શિવ અને શક્તિનાં પવિત્ર વાતાવરણની અનુભુતિ કરાવે છે.
મુકેશભાઈ મકવાણા ત્રણ પેઢીથી સોમનાથ મંદિરના શરણાઈ વાદક છે અને તેમના પિતાશ્રી, દાદા અને તેઓ ત્રણ પેઢીથી આ સૂર સેવા બજાવી રહયા છે. આંગળીના ટેરવાઓ ફેરવતા-ફેરવતા તેઓ જે આરતીઓ વગાડે છે તેમાં ‘આનંદ મંગલ કરૂં, ‘માના દિવડા ઝગમગ થાય,’ ‘જય આદ્યશક્તિ’ સહિતની આરતીઓ શરણાઈના સૂરોથી વહેતી કરતા હોય છે. જાે કે કોરોના સાવચેતીના પગલા રૂપે સોમનાથ મહાદેવ ત્રણેય સમયની આરતી પહેલા અને પછી અડધો કલાક તથા આરતી સમયે દર્શનાર્થીઓને પ્રવેશબંધ રહે છે. નવરાત્રીના વધુ એક ખુશ સમાચાર એ છે કે, સોમનાથ ટ્રસ્ટના મુખપત્ર ‘સોમનાથ વર્તમાન’ ર૧ મંદિરમાં ઓકટોબર -ર૦ર૦ના અંકમાં સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી સચિવ પ્રવિણભાઈ લહેરીએ તંત્રી લેખમાં જણાવ્યું છે કે, સોમનાથ મંદિરના પરિસરમાં માતા પાર્વતિજીના મંદિરની ઉણપ દુર કરવાનો ટ્રસ્ટી મંડળે નિર્ણય કર્યો છે. સુરતના દાતા ભીખુભાઈ ધામેલીયાએ આરસના મંદિરના બાંધકામ માટેની કામગીરી ઝડપથી અને પ્રતિબધ્ધતાથી શરૂ કરી છે. તેમજ કાળના પ્રવાહમાં લુપ્ત થયેલી ‘ચંન્દ્રભાગા શક્તિપીઠ’નું નિર્માણ થાય તેવી લાગણી વ્યાપક છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews