કોડીનાર પંથકમાં કાયદો-વ્યવસ્થાની પરિસિ્ેથતિ બિહાર કરતા પણ બદતર છે. પોલીસ ચોકકસ રાજકીય નેતાના ઇશારે કામ કરી રહી છે. સમગ્ર ગીર સોમનાથ જીલ્લામાં કોરોના મહામારીના નિયમોની અમલવારીમાં પોલીસ સ્ટાફ જડ વલણ અપનાવતો હોવાથી વેપારી સહિત તમામ વર્ગના લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. ડ્રગ્સ હેરાફેરી, દરીયાઇ સુરક્ષા, ટ્રાફીક સમસ્યા સહિતના અનેક પ્રશ્નો ગઈકાલે રેંજ આઇજીની અઘ્યક્ષતામાં યોજાયેલ લોકદરબારમાં ગીર સોમનાથ જીલ્લાના આગેવાનોએ રોષ ઠાલવી પોલીસ તટસ્થા અને માનવતાવાદી વલણ રાખી કામગીરી કરે તેવી રજુઆતો થઇ હતી.
ગીર સોમનાથ જીલ્લા પોલીસના વાર્ષીક ઇન્સપેકશન અર્થે આવેલા રેંજી આઇજી મન્નીદરસિંહ પવારની અધ્યક્ષતામાં ગઈકાલે ગીર સોમનાથ જીલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં જીલ્લાભરના આગેવાનો સાથે લોકદરબાર યોજેલ હતો. જેમાં મહેશ મકવાણાએ કોડીનાર પંથકમાં પોલીસ તંત્ર પુર્વસાંસદ દિનુભાઈ સોલંકીના ઇશારે એકતરફી કામગીરી કરી અસામાજીક પ્રવૃતિઓ બંધ કરાવવા ઝુંબેશ ચલાવનારા લોકોને પરેશાન કરી રહી છે. કોડીનાર પંથકમાં કાયદો વ્યકવસ્થાની પરિસ્થિતિ બિહાર કરતા બદતર છે. ત્યારે પ્રજાહિતમાં પરિસ્થિતિ સુધારી પોલીસ તટસ્થ કામગીરી કરે તે જરૂરી છે. પાલીકા પ્રમુખ મંજુલાબેન સુયાણી, ભાજપ પ્રમુખ દેવાભાઇ ઘારેચા, કપીલ મહેતા સહિતનાએ સમગ્ર જીલ્લાામાં કોરોના મહામારીને ડામવા જાહેર થયેલા નિયમોની અમલવારીને લઇ પોલીસ સ્ટાફ જડ વલણ અપનાવતુ હોવાથી વેપારીઓ સહિત તમામ વર્ગોના લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. દરરોજ અસંખ્ય ફરીયાદો રાજકીય-સામાજીક આગેવાનો સુઘી પહોંચે છે. જે અંગે પોલીસ તંત્ર માનવતાવાદી વલણ અપનાવે તે જરૂરી છે. ઇમરાન પંજાએ લોકડાઉન દરમ્યાન જાહેરનામા ભંગના થયેલા અસંખ્ય કેસો બાબતે પ્રજાહિતને ઘ્યાને રાખી તમામ કેસોનો એક જ સુનાવણીમાં નિવેડો આવે તેવી કાર્યવાહી કરવી જોઇએ.
વધુમાં સીફુડ એક્ષપોર્ટ એસો.ના પ્રમુખ પીયુષ ફોફંડીએ જીઆઇડીસી વિસ્તાીર ખુબ મોટો હોય જેમાં હજારોની સંખ્યામાં સ્થાનીકો સાથે પરપ્રાંતીય ભાઇ-બહેનો કામ કરે છે. છેલ્લા થોડા સમયથી જીઆઇડીસી વિસ્તારમાં ડ્રગ્સની હેરાફેરી, વિદેશી દારૂનો જથ્થો સ્ટોરેજ કરવા જેવી અનેક અસામાજીક પ્રવૃતિ ફુલીફાલી છે. જેને જડમુળથી ડામી દેવા જીઆઇડીસીમાં કડક અધિકારીના નેજા હેઠળ ખાસ ઝુંબેશ ચલાવવાની સાથે એક પોલીસ ચોકી કાર્યરત કરવાની જરૂર છે. ખારવા સમાજના રીતેષ ફોફંડીએ તાજેતરમાં રાજય સરકારે અમલમાં લાવેલ દરીયાઇ સુરક્ષાના કાયદા મુજબ અત્રેના બંદરમાં પ્રવેશતી પરપ્રાંતીય ફીશીંગ બોટોની શંકાસ્પદ કામગીરી સામે કાર્યવાહી કરવા માંગણી કરી હતી. સુત્રાપાડા ભાજપના શૈલેન્દ્રરસિંહ રાઠોડે પ્રાંચી ખાતે સત્વરે આઉટપોસ્ટ કાર્યરત કરવી જોઇએ. બાબુભાઇ હીરપરાએ ગીરગઢડાના ચાર ગામો કોડીનાર અને બે ગામો ઉના પોલીસની હદમાં આવતા હોવાથી છ ગામના લોકોને ઘટનાઓ સમયે કે કોઇ ફરીયાદ નોંધાવવા સમયે લાંબો ધકકો ખાવો પડે છે. જયારે છ ગામોને રેવન્યુ, આરોગ્ય સહિતની સેવા માટે ગીરગઢડાની જ કચેરીઓ લાગુ પડે છે. ત્યારે ફકત પોલીસ કામગીરી માટે અન્ય તાલુકામાં લાંબુ થવુ પડતુ હોવાથી છ ગામોને ગીરગઢડા પોલીસની હદમાં સમાવીષ્ટ કરવા જોઇએ. જીલ્લાના તમામ શહેરોમાં ટ્રાફીક સમસ્યા હોય જે હલ કરવા સંબંધિત વિભાગો સાથે બેઠક કરી નકકર કામગીરી કરવી જરૂરી છે. તાલાલાના જતીન ગઢીયાએ જીલ્લાના હાઇવે ઉપર બેફામ ઓવરલોડેડ દોડતા વાહનોથી દરરોજ નાના-મોટા અકસ્માતો બની રહયા છે. જેની સામે પોલીસે કડક ચેકીંગ હાથ ધરી બંધ કરાવવા જોઇએ.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews