વડાપ્રધાન મોદી દ્વારા ગિરનાર રોપવેને પ્રવાસીઓ માટે ખુલ્લુ મૂકી દેવામાં આવ્યું છે. અને પ્રથમ દિવસે રોપવેની સફર કરનાર પ્રવાસીઓની મુસાફરીને યાદગાર બનાવવા માટે ઉષા બ્રેકો દ્વારા એક હજાર પ્રવાસીઓને ગોલ્ડન ટિકિટ આપવામાં આવશે. એશિયાનો સૌથી મોટો અને લાંબો ગિરનાર રોપવે આજથી પ્રવાસીઓ માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. જેમાં પ્રથમ દિવસે જ અત્યાર સુધી ૪૦૦થી વધુ પ્રવાસીઓએ વહેલી સવારથી જ લાઇન લગાવી હતી. ઉપરાંત રોપવેના સંચાલક ઉષા બ્રેકો દ્વારા એક હજાર પ્રવાસીઓ માટે ગોલ્ડન ટિકિટ આપવામાં આવી રહી છે. જેમાં લખ્યું છે કે ગિરનાર રોપવેના પ્રથમ ૧૦૦૦ પ્રવાસીઓમાં આપ સામેલ છો.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews