નર્મદામાં સી-પ્લેનનું એરોડ્રામનું કામ પૂર્ણતાના આરે

0

ગુજરાતમાં પ્રથમ સી પ્લેન અમદાવાદથી કેવડિયાના નર્મદા ડેમ નજીક તળાવ નંબર ૩ ખાતે શરૂ થનાર છે. આગામી ૩૧ ઓક્ટોમ્બરના સરદાર પટેલ જ્યંતીના દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા પરેડ યોજાવવાની છે. આ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સી પ્લેનમાં બેસીને ઉદ્દઘાટન કરવાના છે. તો આ સી પ્લેન જે સ્થળે ઉતરવાનું છે જેમાં તે તળાવ નંબર ૩ પાસે સી પ્લેન માટે વોટર એરોડ્રામનું કામ પૂર્ણતાના આરે છે. નર્મદા ડેમના તળાવ નંબર ૩ પાસે જેટી અને વોટર એરોડ્રામ બનાવવાની કામગિરી લગભગ હવે પૂર્ણ થઈ ગઈ છે.
ફ્લોટિંગ જેટીને તળાવમાં ઉતારી દેવામાં આવી છે. જે સી પ્લેનમાં ગેસ્ટ આવશે તેને ચઢવા ઉતારવા માટે એક ટર્મિનલ બની ગયું છે. આ જેટી ૨૪ મીટર બાય ૯ મીટરની છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!