એશિયાના સૌથી મોટા પ્રોજેકટ એવા ગિરનાર રોપવે જૂનાગઢ ખાતે શનિવારથી પ્રારંભ થઈ ચુકયો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ મહત્વાકાંક્ષી પ્રોજેકટનો લોકાર્પણ થઈ ચુકયુ છે અને જેને લઈ જૂનાગઢ અને સોરઠ પંથકની જનતામાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. આ સાથે જ સોરઠમાં વિકાસની ક્રાંતિના નવા દ્વાર ખુલવાનાં છે અને આગામી દિવસોમાં બહારગામનાં પ્રવાસીઓ જૂનાગઢની અને ગિરનાર રોપવેની મુલાકાતે આવનાર છે. તેનો પણ આનંદ છે. આ સાથે જ જૂનાગઢ વાસીઓને માટે રોપવેની ટિકીટમાં ખાસ રાહત પેકેજ આપવાની લાગણી પણ ઉદભવી છે. અને આ બાબતે સંબંધીતો દ્વારા યોગ્ય થાય તેવી અપેક્ષા રાખવામાં આવી છે.
જૂનાગઢમાં ગત શનિવારે ગિરનાર રોપ-વેનો પ્રારંભ થયો છે. આ શુભારંભ બાદ ગઈકાલે રવિવારનાં દિવસે બે હજાર કરતા પણ વધારે પ્રવાસીઓએ રોપ-વે યાત્રા માણી હતી. રોપ-વેના શુભારંભ થઈ ચુકયો છે. પ્રવાસી જનતા તેમજ ઘર આંગણે જ આવડી મોટી રોપવે યાત્રા શરૂ થઈ છે ત્યારે જૂનાગઢ વાસીઓને પણ આ યાત્રાની સફર કરવાનો ઉત્સાહ છે. ગઈકાલે રવિવારનાં દિવસે અનેક અબાલ વૃધ્ધોએ પણ રોપ-વે દ્વારા જગત જનની માં અંબાજી માતાજીનાં દર્શનનો લાભ લીધો હતો. અને પોતાની ઈચ્છાઓ પુરી થઈ હોવાનું જણાવ્યું હતું. જૂનાગઢ વાસીઓ પણ ભવનાથ તળેટી ખાતે ગયા હતાં. સમય પુરો થવાને કારણે અનેક લોકોને પરત ફરવું પડયું હતું. તો કોઈને ટિકીટનાં ભાવ પરવડી શકે તેમ ન હોવાને કારણે પણ પરત ફરવું પડયું હતું. તો બીજી તરફ જૂનાગઢ વાસીઓએ સેવેલુ રોપ-વે સ્વપ્ન સિધ્ધ થયું છે. ત્યારે ખાસ જૂનાગઢનાં લોકોને આનંદ છે અને સાથે જ એક વર્ષ સુધી જૂનાગઢનાં લોકોને માટે ખાસ રાહત પેકેજ ટિકીટમાં જાહેર કરવાની લાગણી આમ જનતામાં પ્રર્વતી રહી છે. બીજી તરફ સમાજનાં અગ્રણીઓએ પણ આ બાબતને લઈને પોત પોતાના પ્રતિભાવો રજુ કર્યા છે. દરમ્યાન જૂનાગઢ વાસીઓ અને લાગણીને ધ્યાને લઈ ઉષા બ્રેકો કંપનીના મેનેજમેન્ટ વિભાગ પણ આ બાબતે યોગ્ય કરે તેવી અપેક્ષા રાખવામાં આવી છે. આ ઉપરાંત અંબાજી મંદિરનાં આસપાસનાં વિસ્તારોમાં પ્રવાસી જનતા માટે વિશેષ સુવિધા ઉભી કરવાની હાલના સંજાેગોમાં જરૂરીયાત છે. અને કેન્દ્ર તથા રાજય સરકારે આ અંગે વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવી જાેઈએ તેવી પણ માંગ ઉઠી છે.
વધુમાં પાર્કીંગ, કાફેટેરીયા વિશ્રામ દિશા સુચક સુચના રોપવેમાં બેસવા સમર્થની સુચના આઉટ-ઈન (OUT)-(IN) ની નિશાની દર્શાવી પડશે. અંબાજી મંદિર ખાતે પણ સીડી ચડવા પાઈપ જેવી વ્યવસ્થા ફીટ કરવી જરૂરી છે. જેથી વ્યવસ્કો પાઈપ પકડીને મંદિરનાં પગથીયા ચડી શકે. રોપવેમાં બેસવા ટ્રોલી ધીમી ઉભી રહેતી હોય અને ધિરે ધિરે ચાલતી હોય રોપવેમાં બેસવા યાત્રીકોએ બેલેન્સ જાળવવું પડશે. રેસ્કયુ ટીમ, મેડીકલ વાહન જેવી વ્યવસ્થા તથા પિવાનું પાણી મળી રહે તેવી વ્યવસ્થા થવી જાેઈએ.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews