ગરવા ગિરનારની મહાત્વકાંક્ષા સમી રોપ-વે યોજનાનો શુભારંભ થતાં જ જૂનાગઢ અને સોરઠવાસીઓમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. પ્રથમ દિવસે જ રોપ-વેની રોમાંચકની યાત્રા કરી અંબાજી માતાજીનાં મંદિરે આવેલા સૌરાષ્ટ્રભૂમિ દૈનિકપત્રનાં તંત્રી શ્રી કાર્તિકભાઈ ઉપાધ્યાય અને મહાસાગર ટ્રાવેલ્સનાં એમડી કાળુભાઈ સુખવાણી અને સૌરાષ્ટ્રભૂમિ ટીમનાં જગડુશા નાગ્રેચાએ માતા અંબાજીનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. અને મોટાપીરબાવા મહંત તનસુખગીરીબાપુ, નાનાપીરબાવા મહંત ગણપતીબાપુએ આર્શીવાદ પાઠવેલ અને મંદિર ટ્રસ્ટ પરિવાર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિકનાં તંત્રી શ્રી કાર્તિકભાઈ ઉપાધ્યાયે ભાવ વિભોર થઈ જણાવ્યું હતું કે જૂનાગઢની પ્રસિધ્ધ થતાં અને જનતાનો અવાજ બનેલા સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક પત્રમાં લોકોની અપેક્ષાઓને સતત વાચા આપવામાં આવે છે. અને રજુઆતો કરવામાં આવે છે અન્ય સ્થળોની જેમ જૂનાગઢમાં પણ ગિરનાર રોપ-વે યોજના શરૂ થાય તો એવો વિચાર આવ્યો અને છેલ્લા ચાર દાયકાથી સૌરાષ્ટ્રભૂમિ દૈનીક પત્ર – સૌરાષ્ટ્ર ભૂમિ ન્યુઝ, ચેનલમાં રોપવેનાં અહેવાલ પ્રસારીત કર્યા છે અને આજે જયારે આ યોજના સાકાર થઈ છે. ત્યારે જીવનનો અનન્ય આનંદ મને થયો છે અને આ સાથે ગૌરવની લાગણી પણ હું અનુભવું છુ અને સાથે જ માતાજીને પણ પ્રાર્થના કરૂ છુ કે આપણું શહેર, આપણુ ગુજરાત અને આપણો દેશ સતતને સતત વિકાસ કરતો રહે આ તકે મહાસાગર ટ્રાવેલ્સનાં એમડી કાળુભાઈ સુખવાણીએ પણ લાગણી વ્યકત કરતાં જણાવ્યું હતું કે રોપવે થકી અબાલ, વૃધ્ધ સૌ કોઈ માતાજીનાં દર્શનનો લાભ લઈ શકશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews