Thursday, January 21

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં દશેરા પર્વની ભાવભેર ઉજવણી

જૂનાગઢ શહેર, જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં દશેરા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. દશેરાના પર્વને લઈ બજારોમાં રોનક જાેવા મળી હતી. લોકોએ જલેબી, ફાફડા, ઉંધીયું તેમજ વાહનો, ઈલેકટ્રીક સાધનોની ધૂમ ખરીદી કરી હતી. જયારે અનેક લોકોએ દશેરાના પાવન પર્વે ધંધાના નવા સોપાનો શરૂ કર્યા હતા. કેટલીક સંસ્થાઓ દ્વારા શસ્ત્ર પૂજનના કાર્યક્રમો યોજાયા હતા. જૂનાગઢ શહેરમાં દશેરાને લઈ અનેક સ્થળો ઉપર જલેબી, ફાફડાના સ્ટોલ શરૂ થયા હતા જયાં ખરીદી માટે લોકોએ લાઈન લગાવી હતી જયારે અનેક લોકોએ બપોરનાં સમયે ઉંધીયાની મોજ માણી હતી. બજારમાં ઉંધીયાના સ્ટોલ પણ ઠેર-ઠેર જાેવા મળ્યા હતા જયાં લોકોની ભીડ જાેવા મળી હતી. બીજી તરફ ઈલેકટ્રીક સાધનો, ટુવ્હીલ, ફોર વ્હીલના ધંધાર્થીઓએ પણ રવિવારની રજા હોવા છતાં દશેરાને લઈ શોરૂમ ખુલ્લા રાખ્યા હતા અને લોકોએ ખરીદી કરી હતી તેમજ વેંચાણ વધારવા વેપારીઓ દ્વારા અનેક સ્કીમ પણ લાગુ કરાઈ હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!