ગિરનારની ‘ઉડન ખટોલા યાત્રા’ ટ્રોલીમાં બેસતાની સાથે જ અંબાજી માતાજીનાં મંદિર તરફ જવાની યાત્રા શરૂ થાય છે આસપાસનું નયન રમ્ય દ્રશ્ય કે જયાં પ્રકૃતી સોળે કળાએ ખીલી ઉઠી છે એવા માર્ગ ઉપરથી એક પછી એક ટાવર પસાર થાય છે. પહાડી વિસ્તાર ગિરનાર ક્ષેત્રનાં આવેલા શિખરો, અને ઘણુ બધુ જાેવા અને માણવાનો પ્રથમ અનુભવ મળે છે. ઉડન ખટોલાની સફરનાં ચડાવ, ઉતાર અને હવામાં અધ્ધર લટકવાની મોજ કંઈક અલગ જ છે. રોપવે યાત્રા જમીનથી ઉપર હવામાં તરતા જવાનો આનંદ, પ્રકૃતિને મન ભરીને માણવાનો લ્હાવો અને જયાં આસપાસનાં મનમોહક દ્રશ્યો આંખોને રૂડી ટાઢક સાથે છે એવી રોપવેની સફર સાથે જ રોમાંચ યાત્રા શરૂ થાય છે. આ યાત્રા અત્યંત રોમાચંક નોંધે જ સફર પુરી થયા બાદ જયાં સ્ટોપ આવે છે. ત્યાંથી જ અંબાજી માતાજીનાં મંદિર તરફનાં માત્ર થોડાક પગથીયા ચડી અને શકિતપીઠ એવા અંબાજી માતાજી મંદિરે ભાવિકો પહોંચે છે. માતાજીને શિશ નમાવી અને દર્શનનો લ્હાવો લેવામાં આવે છે મહંત તનસુખગીરીબાપુ (મોટાપીરબાવા) તથા મહંત ગણપતગીરીબાપુ (નાનાપીરબાવા) મંદિરનાં આર્શિવાદ પણ મળે છે. મનો કામના પુર્ણ કરનાર માતાનાં દર્શનથી ભાવીકો ભાવ વિભોર બની જાય છે. રોપવેની સફર ભાવિકો માટે અત્યંત રોમાંચકારી અને જીવનનું એક યાદગાર સંભારણું બની રહે છે.