ગત વર્ષ એટલે કે ૨૦૧૯/૨૦ના વર્ષની અંદર બ્લોક હેલ્થ ઓફિસર નીચે આવતા f.s.w, m.p.w તેમજ આશાવર્કર બહેનો જેમને ઈન્સેન્ટિવ એટલે કે પ્રોત્સાહિત રકમ જે હેલ્થ એન્ડ વેલનેસ અમુક સબ સેન્ટરોની અંદર આપવાની હોય છે, જે માસિક આપવાની હોય છે, પરંતુ આખા વર્ષનું તેમણે ઇન્ક્રીમેન્ટ બનાવી અને માર્ચમાં આરોગ્ય કર્મચારીઓના ખાતામાં જમા કરાવ્યું હતું. પરંતુ તમામ આરોગ્ય કર્મચારીઓને એક whatsapp ગ્રુપ મેસેજ દ્વારા એ પ્રોત્સાહિત રકમ પરત કરવા માટે કહેવામાં આવ્યું અને એ રકમ પરત લીધેલી ત્યારબાદ અમુક કર્મચારીઓએ અન્ય તાલુકાની અંદર જાણ્યું ત્યારે ત્યાં આવા પ્રકારની કોઇપણ ઘટના બની ન હતી. ત્યારે કર્મચારીઓની જિજ્ઞાસા વધી અને બ્લોક હેલ્થ ઓફિસર સામે ફરિયાદોનો દોર શરૂ થયો. પરંતુ અધિકારીએ કોઈ પણ જવાબ ન આપી નકારાત્મક રીતે કર્મચારીઓ ઈનસેટ કરવાનું ચાલુ કર્યું. ત્યારે આશાવર્કર બહેનોના યુનિયને આ ફરિયાદ જિલ્લા વિકાસ અધિકારી સુધી પહોંચાડી અને તેમની અંદર જન અધિકાર મંચના પ્રમુખ પ્રવીણભાઈ રામ ખૂબ સાથ અને સહકાર આપ્યો અને આખરે ઘણા બધા કાવાદાવા પછી પણ બ્લોક હેલ્થ ઓફિસર માણાવદરના અધિકારીને આરોગ્ય કર્મચારીઓનું ઈન્સેન્ટિવ ફરી એક વખત કર્મચારીના ખાતામાં જમા કરાવ્યું હતું. આના ઉપરથી સ્પષ્ટ દેખાય છે કે ક્યાંક અધિકારીની ભૂલ હોય અથવા તો નાના વર્ગના કર્મચારીઓનું પ્રોત્સાહિત રકમ તે કર્મચારી સુધી પહોંચવા દેવા ન માંગતા હોય પરંતુ ઉપલા અધિકારીએ આશા વર્કર બહેનોની ફરિયાદને સાંભળી તપાસ કરી ફરી એક વખત રકમ આરોગ્ય કર્મીઓને પરત કરવા માટે આદેશ કરેલો અને તમામ કર્મચારીઓને તે રકમ પરત મળેલ જે બદલ આરોગ્ય કર્મચારીઓને આશાવર્કર બહેનોને એક આશા જીવંત રહી છે કે અમારી ઉપર કોઈપણ પ્રકારનું ખોટું ચલાવી લેવામાં નહીં આવે અને અમારા ઉપલા અધિકારી અમને સારી રીતે ન્યાય આપશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews