જૂનાગઢ જીલ્લામાં ગઈકાલે ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ થયો હતો. જીલ્લા કુલ પર૪૧૩ ખેડુતોએ મગફળી વેચવા રજીસ્ટ્રેશન કરાવેલ છે. જેમાંથી આજે નવા કેન્દ્રો ઉપર દરેક સ્થળે ૧પ-૧પ ખેડુતોને મેસેજ કરીને મગફળી વેચવા બોલાવવામાં આવ્યા હતા. પરંતુ આજે પ્રથમ દિવસે દરેક કેન્દ્રો ઉપર માંડ પ-૬ ખેડુતો મળીને જીલ્લામાં પ૪ જેટલા ખેડુતો જ ટેકાનાં ભાવે મગફળી વેંચવા માટે આવ્યા હતાં. પોરબંદર અને ગીર સોમનાથ જીલ્લામાં પણ ખેડુતોએ ટેકાના ભાવે મગફળી વેંચવામાં નિરસ રહયા હતાં. જીલ્લામાં ગત વર્ષ કરતા આ વર્ષે ૧૭ હજાર ખેડુતોએ ઓછુ રજીસ્ટ્રેશન કરાવેલ છે. ટેકાના ભાવની ખરીદી ૯૦ દિવસ ચાલનારી છે. રોજ ૧પ જેટલા ખેડુતોને દરેક કેન્દ્રો ઉપર બોલાવવામાં આવશે અને રૂા.૧૦પપ ના ભાવે ખરીદી થશે. ત્યારે વાત કરીએ યાર્ડની તો ખેડુતોએ ટેકાના બદલે યાર્ડમાં વેપારીઓને મગફળી વેંચવામાં વધુ રસ હોય તેવું સામે આવ્યું છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews