વ્યાજના વિષચક્રનો ભોગ બનેલા જૂનાગઢ જિલ્લાના નાગરિકોને પોલીસનો સંપર્ક કરવા અનુરોધ

0

જૂનાગઢ જિલ્લામાં રહેતા નાગરિકોને વ્યાજે લીધેલ પૈસાની પઠાણી ઉઘરાણી, ધાક-ધમકી, માનસિક, શારિરીક ત્રાસનો ભોગ બનેલ હોય તો વ્યાજ લેનારા શખ્સો અંગે નિર્ભયપણે પોલીસને જાણ કરવા જૂનાગઢ પોલીસ દ્વારા અપીલ કરવામાં આવેલ છે. જૂનાગઢ પોલીસ અધિક્ષક કચેરી અને એસઓજી શાખાની જૂનાગઢ જિલ્લાની જાહેર જનતા જાેગ યાદીમાં જણાવાયું છે કે, જૂનાગઢ જિલ્લાના કોઈપણ નાગરિકે જરૂરીયાત મુજબ કોઈપણ વ્યક્તિ પાસેથી ઉંચા વ્યાજે રૂપિયા લીધેલ હોય જે પૈસા પરત આપી દેવા છતાં ઉંચા વ્યાજે લીધેલ રૂપિયા પરત આપી શકે તેમ ન હોય અને જે વ્યક્તિ પાસેથી ઉંચા વ્યાજે પૈસા લીધેલ હોય તે વ્યક્તિ બળજબરીથી, ડરાવી, ધમકાવી કે શારિરીક, માનસિક ત્રાસ આપી પોતે આપેલા વ્યાજના પૈસા તથા પોતે અથવા પોતાના સાગરીતો મારફત પઠાણી ઉઘરાણી કરતા હોય તો તેઓએ આવા ઈસમોએ કોઈપણ જાતનો ડર રાખ્યા વગર જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી, શશીકુંજ સામે, સરદારબાગ પાસે, જૂનાગઢ પોલસ કંટ્રોલ રૂમ, જૂનાગઢ, ફોન નં. (૦ર૮પ) ર૬૩૦૬૦૩, એસઓજી શાખા, પોલીસ અધિક્ષકની કચેરી, ૩ જાે માળ, શશીકુંજ સામે, સરદાર બાગ, જૂનાગઢ, ફોન નં. (૦ર૮પ)ર૬૩પ૧૦૧, મોબાઈલ નં. ૯૭ર૭૭ રર૪૮૮, ૯૯રપ૩ ૮ર૯૧૮નો સંપર્ક સાધવા અથવા રૂબરૂ જાણ કરવી. ફરિયાદ કરનાર ફરિયાદીને વ્યાજની ઉઘરાણી કરનાર ઈસમો તેમજ તેમના સાગરીતો બાબતેની તમામ પ્રકારની સુરક્ષા આપવામાં આવશે તથા વાસ્તવિક હકીકત નિર્ભયપણે જૂનાગઢ જિલ્લા પોલીસને જણાવવા જાહેર જનતાને જૂનાગઢ પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!