જૂનાગઢ તાલુકાનાં પાદરીયા ગામેથી ટ્રેકટર ટ્રોલીની ચોરી

જૂનાગઢ તાલુકાના પાદરીયા ગામે વાડીનાં પટમાં રાખેલ ટ્રેકટર ટ્રોલીની ચોરી થયાનો બનાવ પોલીસ દફતરે નોધાયેલ છે. આ બનાવ અંગે નાનજીભાઈ ભાણજીભાઈ વાઘેલા (ઉ.વ.૪૯) રહે. ધરારનગર હુડકો પોલીસ લાઈન સામે વાળાએ પોલીેસમાં એવા મતલબની ફરીયાદ નોંધાવેલ છે કે, આ કામના ફરીયાદીનું મેશી કંપનીનું લાલ કલરનું ટ્રેકટર જેના નં.જીજે-ઈ-ર૬૭૪નું તથા ટ્રોલી ઈલોરા કંપનીની જેના નં.જીજે-૧૧-ડબલ્યુ- પ૭૭૭ છે તે ટ્રેકટરની કી.૧,૦૦,૦૦૦/- તથા ટ્રોલી કી રૂા.પ૦,૦૦૦/-ની ઉઠાંતરી કરવામાં આવી છે. પાદરીયા દીલીપભાઈ સગરની પથ્થરની ખાણ પાસે આવેલ પોતાની વાડીના પટમાં ટ્રેકટર તથા ટ્રોલી રાખેલ ત્યાંથી કોઈ ઈસમ ચોરી કરી લઈ ગુન્હો કર્યાની ફરીયાદ પોલીસમાં નોંધાતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!