ગિરનાર રોપ-વેની ટિકીટના દરોેને લઈ પ્રવાસીઓ ઉપર અસર : ભાવ ઘટાડવા માંગ

જૂનાગઢ નજીક આવેલા ગિરનાર ક્ષેત્રમાં ગિરનાર રોપ-વે યોજના શનિવારથી શરૂ થઈ ચુકી છે. આ રોપ-વેમાં બેસીને ગિરનાર પર્વત ઉપર જવું સૌને ગમે તેવું છે. હાલ ટિકીટના ભાવોને લઈને ગણગણાટ શરૂ થયો છે. જૂનાગઢ વાસીઓનું કહેવું એમ છે કે, રોપ-વેની ટિકીટ અંગે ફેર વિચારણા કરી યોગ્ય થાય તે જરૂરી છે.
રોપ-વેની ટિકીટના તોતીંગ ભાવની પ્રવાસીઓ ઉપર અસર પડી છે. ટિકીટના ઉંચા ભાવને કારણે ૧ જ દિવસમાં પ્રવાસીની સંખ્યામાં પ૦૦નો ઘટાડો નોંધાયો છે. જાે ઉષા બ્રેકો કંપની હજુ પણ ભાવ નહીં ઘટાડે તો પ્રવાસીઓની સંખ્યામાં વધુ ઘટાડો થવાની સંભાવના પણ વ્યકત થઈ રહી છે. જૂનાગઢના ગિરનાર પર્વત ઉપર ઉષા બ્રેકો કંપની દ્વારા બનાવાયેલ રોપ-વેને ર૪ ઓકટોબરે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈ-લોકાર્પણ સાથે ખુલ્લો મુકયો છે. જાેકે રપ ઓકટોબર રવિવારથી લોકોને પ્રવેશ અપાયો છે. પ્રથમ દિવસે ર૦૦૦ પ્રવાસીઓ આવ્યા હતા. પરંતુ રોપવેની ટિકીટના આસમાનને આંબતા ભાવને લઈ લોકોમાં ભારે નારાજગી જાેવા મળી રહી છે. આ નારાજગીની બીજા જ દિવસે અસર જાેવા મળી હતી. ઉષા બ્રેકો કંપનીના જણાવ્યા મુજબ ર દિવસમાં ૩,પ૦૦ લોકોએ રોપ-વેની મજા માણી હતી. જાેકે, પ્રથમ દિવસે ર,૦૦૦ લોકો આવ્યા હતાં. અને બીજા દિવસે માત્ર ૧,પ૦૦ લોકો જ આવ્યા હતા. આમ ટિકીટના ઉંચા ભાવને લઈને એક જ દિવસમાં રોપ-વે ના પ્રવાસીઓની સંખ્યામાં પ૦૦નો ઘટાડો થયો છે. દરમ્યાન લોકોમાં એવી પણ ચર્ચા થઈ રહી છે કે જાે હજુ પણ રોપ-વેની ટિકીટના ભાવ નહીં ઘટે તો આવનાર પ્રવાસીની સંખ્યા ઘટી શકે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!