કેશોદ તાલુકાનાં અગતરાય ગામનાં સરપંચે ઉપસરપંચ સહિતનાઓ સામે એટ્રોસીટીની કલમ અંતર્ગત નોંધાવી ફરીયાદ

0

કેશોદનાં અગતરાય ગામના સરપંચે પંચાયત ઓફિસે પહોંચી ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતાં ખાનગી હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં. તેમની પાસે એક સ્યુસાઈડ નોટ પણ મળી આવી હતી. જેમાં ગ્રામ પંચાયતના ઉપસરપંચ સહિત ત્રણ સભ્યો દ્વારા માનસીક ત્રાસ આપતાં હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ઘટનાના પગલે પોલીસે તપાસ હાથ ધરી છે. નાથાભાઈ દાફડા છેલ્લા ૪ વર્ષથી ચુંટાઈને અગતરાય ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે ફરજ બજાવે છે. સોમવારના રોજ અચાનક ગ્રામ પંચાયતમાં ઝેરી પદાર્થ ગટગટાવી જતાં બેભાન બન્યા હતાં. પંચાયત ખાતે હાજર લોકોએ હોહા દેકારો કરતાં ગામના અન્ય લોકો પણ દોડી આવી સરપંચને ખાનગી વાહન મારફત ખાનગી હોસ્પિટલમાં સારવાર ખસેડયાં હતાં. હોસ્પિટલ ખાતે સરપંચના ગજવામાંથી એક સ્યુસાઈડ નોટ મળી આવી હતી. તેમાં પોતે નામ સાથે ઉલ્લેખ કરી વિકાસના કામોમાં ગેરરીતિ કરતા ઉપસરપંચ તેમજ ૩ સદસ્યોને રોકતાં તેમના દ્વારા સતત માનસીક ત્રાસ આપતો હોવાથી ઝેરી દવા પી ગયાનું જણાવ્યું હતું. હાલ સરપંચની જૂનાગઢ શહેરની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
દરમ્યાન આ બનાવ અંગે નાથાભાઈ વીરાભાઈ દાફડા (ઉ.વ.પ૧)એ બીપીનભાઈ ભીમાભાઈ ગરેજા, કેતનભાઈ ધીરૂભાઈ કનેરીયા અને ભગવાનભાઈ કામાભાઈ ખાંભલા વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કલમ ૩ર૩, પ૦૪, પ૦૬(ર), ૧૧૪, એટ્રોસીટી એ.ક. ૩(ર) (પ) (એ), ૩ (૧), (આર.એસ.) અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ બનાવની વધુ તપાસ કેશોદનાં હે.કો. જી.બી. બગીયા ચલાવી રહયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!