સદાબહાર અભિનેતા નરેશ કનોડીયાની ખોટ ગુજરાતને હંમેશા રહેશે : મુખ્યમંત્રી વિજય રૂપાણી

ગુજરાતી ફિલ્મ જગતના સુપર સ્ટાર અને કરોડો લોકોના દિલ ઉપર રાજ કરનારા અભિનેતા નરેશ કનોડિયાનું આજે નિધન થયું છે. નરેશ કનોડિયા કોરોનાથી સંક્રમિત થયા બાદ અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા અને ત્યાં જ તેમનું નિધન થયું છે. આ સમાચાર સાંભળતા જ ગુજરાતના તેઓના કરોડો ચાહકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. બીજી તરફ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પૂર્વ ધારાસભ્ય અને ગુજરાતી ફિલ્મ જગતના ખ્યાતનામ અભિનેતા નરેશ કનોડિયાના દુઃખદ અવસાન અંગે શોકની લાગણી વ્યક્ત કરી સદગતને શ્રદ્ધાંજલી પાઠવી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર અને ભાજપા અગ્રણી નરેશભાઈ કનોડિયાના દુઃખદ અવસાનથી તેમજ સાંસદ મહેશ કનોડીયાનાં અવસાનથી શોકમગ્ન છું. આગવા અભિનય દ્વારા ગુજરાતી ચલચિત્રોને લોકપ્રિય બનાવી ગુજરાતીઓનું હ્ય્દય જીતનાર સદાબહાર અભિનેતાની ખોટ ગુજરાતને હંમેશા રહેશે. સામાજીક અને કલાક્ષેત્રે તેમનું અમૂલ્ય યોગદાન નવી પેઢીને પ્રેરણા આપશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!