Thursday, January 21

ગુજરાતી ફિલ્મ જગતનાં ‘સુપર સ્ટાર’ નરેશ કનોડીયાનું નિધન

ગુજરાતી ફીલ્મો જાેનારા લાખો ચાહકોનાં દિલમાં વર્ષો સુધી એક અનન્ય અમીત અને આગવું સ્થાન પામેલા ગુજરાતી ફિલ્મ જગતનાં મશહુર અદાકાર નરેશ કનોડીયાનું દુઃખદ નિધન થતાં તેમનાં ચાહકોમાં આઘાતની લાગણી પ્રસરી ગઈ છે. અને ગુજરાતી ફિલ્મ જગતે એક ઉંચા ગજાના અદાકારને ગુમાવ્યા છે. અને જે ખોટ કયારેય પણ પુરી ન થઈ શકે. તેઓ આઘાત છે. ગુજરાતી ફિલ્મો ઉધોગ સાથે સંકળાયેલાઓએ નરેશ કનોડીયાના દુઃખદ અવશાનથી આઘાતની લાગણી અનુભવી છે. અને તેમને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે.
આ એ સમયની વાત છે કે, ગુજરાતી ફિલ્મોનો એક યુગ હતો. હિન્દી ફિલ્મ જગતમાં અમિતાભ બચ્ચન, વિનોદ ખન્ના, ઋષીકપુર, શશીકપુર સહિતનાં કલાકારો છવાઈ ગયા હતાં. અને હિંદી ફિલ્મોના આ ધુરંધર કલાકારોની ફિલ્મો નિહાળવા માટે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા પડતું હતું. એ વખતે હિન્દી સિનેમા ઘણા લોકો નિહાળી શકતા ન હતાં. આ સમયે કરમુકિતની યોજના સાથે ગુજરાતી ફિલ્મોનો યુગ શરૂ થયો હતો. ગુજરાતી ફિલ્મોનો ૭૦ થી ૮૦નો દાયકો સુવર્ણયુગ સમાન રહયો છે. ઉપેન્દ્ર ત્રિવેદી, અરવીંદ ત્રિવેદી, અરવીંદ પંડયા, અરવીંદ રાઠોડ જેવા કલાકારોની ફિલ્મો ચાલતી હતી. અને આજ સમયગાળામાં નરેશ કનોડીયાની એન્ટ્રી થઈ તેવોએ વેલીને આવ્યા ફુલ ફિલ્મથી અભિનેતા તરીકેની કારર્કિદીની શરૂઆત કરી હતી. અને જાણે નવા યુગનાં મંડાણ થયાં મહેશ કનોડીયા અને નરેશ કનોડીયા આ બંને ભાઈઓએ ગુજરાતી ફિલ્મો જગતમાં પ્રવેશ મેળવી અને મહેશ કનોડીયાએ ગાયક અને સંગીત ક્ષેત્રે તેમજ નરેશ કનોડીયાએ અભિનય ક્ષેત્રે ઓજસ પાથર્યા અને એક પછી એક મુકામ સર કરી અને લાખો લોકોનાં હૃદયમાં એક ઉચાં કદનાં કલાકાર તરીકે સ્થાન પામ્યું હતું. અને અનેક હિટ ગુજરાતી ફિલ્મો આપી છે અને સ્નેહલતાની જાેડી હતી. એક સમય હતો કે જયારે ગુજરાતી ફિલ્મ નિહાળી રહેલા દર્શકો જયારે પડદા ઉપર નરેશ કનોડીયાની એન્ટ્રી થાય એટલે પ્રેક્ષક ગણ તાલીઓનાં ગડગડાટથી વધાવી લેતા હતાં અને સીનેમા ગૃહોમાં સીટીઓથી ગુંજી ઉઠે આવા દ્રશ્યો તો હવે ભુતકાળનું સંભારણું બની ગયું છે. ગુજરાતી ફિલ્મના સદાબહાર અભિનેતા કે જેઓની આગવી સ્ટાઈલ, આગવો પોષાક અને હવામાં વાળ ઉડાડવાની અનોખી અદાએ દર્શકોના દીલ જીતી લીધા હતાં. ‘જાગને માલણ જાગ…..’ તેમજ ઢોલા રે ઢોલા સહિતનાં ગીતોએ આજે પણ લોકોને સાંભળવા ગમે તેવા છે અને મેરૂ માલણ, ઢોલા મારૂ , કડલાની જાેડ સહિતની ફિલ્મોએ સિનેમા ઘરોને હાઉસ ફુલના પાટીયાથી ઝુલાવી દીધા હતાં. જૂનાગઢ શહેરની જાે વાત કરીએ તો ખાસ ગુજરાતી પિકચરો જે ટોકીઝમાં દર્શાવવામાં આવતા હતાં તે ખાસ કરીને ડાયમંડ ટોકીઝ, હરેશ ટોકીઝ અને લીબર્ટી ટોકીઝમાં હાઉસનાં પાટીયાના બોર્ડ કાયમ ઝુલતા જાેવા મળતાં અને એક વિશાળ ચાહક વર્ગ ગુજરાતી ફિલ્મોનો રહયો છે. આ ઉપરાંત અન્ય ટોકીઝોમાં પણ કયારેક ગુજરાતી ફિલ્મ રજુ થતી હતી. ઉપેન્દ્ર ત્રિવેદી અને અરવીંદ ત્રિવેદી જેવા હોનહાર અદાકારો પછી જાે કોઈને સૌથી વધારે ચાહના અને લોકપ્રિયતા મળી હોય તો તે હતી નરેશ કનોડીયાની લોકપ્રિયતા અને તેના ભાઈ મહેશ કનોડીયાને ફાળે જાય છે. ગુજરાતી ફિલ્મની મશહુર અદાકાર સ્નેહલતા સાથેના અનેક પિકચરોએ ભારે ચાહના મેળવી હતી. અદાકારી જાણે જે વારસામાં પ્રાપ્ત થઈ છે તેવા કનોડીયા પરિવારમાં મહેશ કનોડીયા, નરેશ કનોડીયા પછી તેમના પુત્ર હિતુ કનોડીયાએ પણ ગુજરાતી ફિલ્મો ક્ષેત્રે પગરણ માંડી અને અભિનયના ઓજસ પાથર્યા છે.
દરમ્યાન તાજેતરમાં નરેશ કનોડીયાનાં ભાઈ અને જાણીતા સંગીતકાર અને અદાકાર બંને ભૂમિકા ભજવી શકતા મહેશ કનોડીયાનું દુઃખદ અવસાન થયું છે. અને આ પરિવાર ઉપર આવેલા આઘાતની કળ વળે નહીં ત્યાં જ જાણીતા અદાકાર અને દિગ્ગજ કલાકાર નરેશ કનોડીયાનું નિધન થતાં શોકનું મોજુ પ્રસરી ગયું છે. બે દિવસમાં જ મહેશ – નરેશ બંધુ બેલડીની વિદાયથી ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ, ચાહકોમાં શોકની લાગણી, નરેશ કનોડીયા ૭૭ વર્ષનાં હતા અને ૧રપથી વધુ ફિલ્મોમાં કામ કર્યુ હતું. હિરણનાં કાંઠે, મેરૂ માલણ, ઢોલા મારૂ, મોતી વેરાણા ચોકમાં, વણઝારી વાવ, જાેડે રહેજાે રાજ, પારસ પદમણી ેસહિતની અનેક હિટ ફિલ્મો આપી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!