ગૃહ મંત્રાલયના નવા આદેશ મુજબ અનલોક-૫ની ગાઈડલાઈને નવેમ્બર સુધી લંબાવવામાં આવી છે. ગયા મહિને અનલોક- ૫ની ગાઇડલાઇન જાહેર કરી હતી. કેન્દ્ર સરકારે મંગળવારે આ માહિતિ આપી છે. સાથે જ કન્ટેનમેન્ટ ઝોનમાં ૩૦ નવેમ્બર સુધી લોકડાઉન લાગુ રહેશે. કેન્દ્રિય ગૃહ મંત્રાલયે જણાવ્યું કે એમએચએ દ્વારા આજે આદેશ જારી કરવામાં આવ્યો છે, જે પ્રમાણે ૩૦ સપ્ટેમ્બરે જાહેર કરાયેલી ગાઇડલાઇન ૩૦ નવેમ્બર સુધી લાગુ રહેશે. તો સાથે જ ૩૦ નવેમ્બર સુધી કંટેનમેન્ટ ઝોનમાં લોકડાઉન પણ લાગુ રહેશે. આની સાથે સ્કૂલો અને શિક્ષણ સંસ્થાનોને ખોલવાનો નિર્ણય પહેલાંની જેમ રાજ્યોની સરકારો રાજ્યોમાં કોરોના વાયરસનાં કેસની સમીક્ષા કરી લેશે અને નોનકન્ટેઈમેન્ટ ઝોનમાં સ્કૂલો અને શિક્ષણ સંસ્થાનોને ખોલી શકાશે. કેન્દ્રિય ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા ર્નિણય પ્રમાણે કોઇ પણ વ્યક્તિ કે સામાનને કોઇ પણ રાજ્યમાં અથવા તો એક રાજ્યથી બીજા રાજ્યમાં જવા ઉપર કોઇ પણ પ્રકારનો પ્રતિબંધ નથી. ઉપરાંત તેના માટે અલગથી કોઇ પાસની જરૂર પણ નથી.
ઉલ્લેખનીય છે કે ગત ૩૦ સપ્ટેમ્બરે કેન્દ્ર સરકારે અનલોક ૫ માટેની ગાઇડલાઇન જાહેર કરી હતી. જે પ્રમાણે ૧૫ ઓક્ટોબરથી સિનેમા હોલ, એંટરટેનમેંટ પાર્ક અને સ્વિમિંગ પૂલ ખોલવાની અનુમતિ આપવામાં આવી હતી. જાે કે સિનેમા હોલને તો ૫૦ ટકા ક્ષમતા સાથએ ખોલવાની મંજૂરી મળી છે. તો સ્વિંમિંગ પુલ પણ માત્ર ખેલાડીઓ માટે ખુલ્યા છે. તો શાળા અને કોલેજાે ખોલવાને લઇને કેન્દ્ર સરકારે રાજ્યોને સ્વતંત્ર ર્નિણય લેવાનું કહ્ય્šં હતું. ત્યારે હવે આ જ ગાઇડલાઇન નવેમ્બર મહિનામાં પણ લાગુ રહેશે. હવે છેક ૩૦ નવેમ્બરે સરકાર નવી ગાઇડલાઇન અથવા તો તેની સાથે જાેડાયેલો ર્નિણય જાહેર કરશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews