આગામી ત્રણ વર્ષ માટે પરીક્ષા પધ્ધતિમાં ફેરફાર કરવા શાળા સંચાલક મહામંડળનું સુચન

0

રાજ્યમાં આગામી સમયમાં શાળાઓ શરૂ કરવા અંગે સરકાર ચર્ચા-વિચારણા કરી રહી છે. ત્યારે આ અંગેની ગાઈડલાઈન તૈયાર કરવા માટે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળે સરકારને કેટલાક જરૂરી સૂચનો મોકલી આપ્યા છે. જેમાં આગામી ત્રણ વર્ષ માટે પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવાનું સૂચન આપ્યું છે. આ સિવાય ત્રણ વર્ષ સુધી રાષ્ટ્રીય તહેવારો, રાજકીય મેળાવડા અને સરકારના કાર્યક્રમોમાંથી વિદ્યાર્થીઓને બાકાત રાખવાનું કહ્યું છે. વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટાડવા અને બે પાળી વચ્ચે સેનિટાઈઝ માટે એક કલાકનો બ્રેક રાખવાની ભલામણ કરવામાં આવી છે. શાળામાં અભ્યાસના કલાકો ઘટાડવાના લઈને ગૃહકાર્ય ઉપર ભાર આપવા માટેનું સૂચન પણ આપવામાં આવ્યું છે. રાજ્યમાં શાળાઓ શળ કરવામાં આવે તે પહેલા સરકાર દ્વારા ગાઈડલાઈન તૈયાર કરવામાં આવશે. જો કે, ગાઈડલાઈન તૈયાર થાય તે પહેલા જ રાજ્ય શાળા સંચાલક મહામંડળે સરકારને પોતાના સૂચનો લેખિતમાં મોકલ્યા છે. કે જેથી સરકારને ગાઈડલાઈન તૈયાર કરવામાં મદદ મળશે. ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે મુખ્યમંત્રી વિજય રૂપાણીને આ અંગે પત્ર મોકલ્યો છે. મંડળ દ્વારા આપવામાં આવેલા સૂચનો મુજબ શાળાઓ શળ થાય તે પહેલા તમામ બિલ્ડિંગને સેનિટાઈઝ કરવી પડશે. ૬૫થી ૭૯ વિદ્યાર્થીઓના વર્ગને વધુમાં વધુ ૨૫-૩૦ વિદ્યાર્થીઓ પૂરતો સીમિત રાખવો પડશે. આમ આગામી ત્રણથી ચાર વર્ષ માટે ફિક્સ પગારથી અથવા પ્રવાસી શિક્ષકો રાખવા પડશે. આટલું જ નહીં વિદ્યાર્થીઓ પાણીરૂમમાં ભીડ ન કરે તે માટે તેઓ ઘરેથી જ પાણી લાવે તેવું સૂચન કરવામાં આવ્યું છે. એક બેંચ ઉપર ૩થી ૪ વિદ્યાર્થીના બદલે બેંચ ઉપર બંને ખૂણે એક-એક એટલે કે બે વિદ્યાર્થીઓને બેસાડવા પડશે. આગામી ત્રણ વર્ષ માટે પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવાનું પણ કહેવામાં આવ્યું છે. આંતરિક મૂલ્યાંકન ઉપર વધુ ભાર આપવાનો રહેશે. વર્ગ શિક્ષણ કાર્યના કલાક ઘટતા વિદ્યાર્થીઓ પાસે ઘરે વધુ સમય મળશે. જેથી ગૃહકાર્ય ઉપર વધુ ભાર આપવાનો રહેશે. આગામી ૩ વર્ષ માટે શાફ્રાના વિદ્યાર્થીઓ માટે તમામ પ્રકારના પ્રવાસ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનું કહેવામાં આવ્યું છે. જે શાળાઓ પાસે બસની વ્યવસ્થા છે, તેમને બસમાં મર્યાદિત વિદ્યાર્થીઓને બેસાડવાનું ખાસ કહેવાયું છે. આગામી ત્રણ વર્ષ માટે રાષ્ટ્રીય તહેવારોમાં શાળાના વિદ્યાર્થીઓને બાકાત રાખીને શાળાના સ્ટાફની હાજરી જરૂરી છે. આ જ રીતે વિદ્યાર્થીઓને રાજકીય મેળાવડામાંથી પણ બાકાત રાખવા, જેમ કે, વૃક્ષારોપણ, સરકાર દ્વારા આયોજીત રમતોત્સવ, સાંસ્કૃતિક મેળાવડામાંથી પણ વિદ્યાર્થીઓને બાકાત રાખવા. રાજ્ય શાળા સંચાલક મહામંડળે કેટલાક અન્ય સૂચનો પણ આપ્યા છે. જેમ કે, ધોરણ ૧થી ૧૨માં હાલ સોમવારથી શુક્રવાર સુધી રોજના ૮ અને શનિવારે ૫ તાસ મળીને અઠવાડિયામાં કુલ ૪૫ તાસ ભણાવવામાં આવે છે. તેના બદલે સોમવારથી શુક્રવાર રોજના ૫ તાસ અને શનિવારે ૪ તાસ મળીને અઠવાડિયાના ૨૯ તાસ ભણાવવા જોઈએ. જેમાં ચિત્રકલા, શારીરિક શિક્ષણ, કોમ્પ્યુટરનું શિક્ષણ બાકાત રાખવાનું રહેશે. વિદ્યાર્થીઓ માટે રિશેષનો સમય ઓછો રાખવો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!