ઉનામાં ફાયરીંગ પ્રકરણના આરોપી માથાભારે શખ્સ રીયાઝ રફીકભાઇને પાસામાં પકડી ભુજ સેન્ટ્રલ જેલમાં મોકલી આપ્યો છે. ઉના શહેરમાં ગત ર૦૧૯ના વરસમાં તાજીયાના જુલુસમાં ફાયરીંગ કરી ઇજા કરી લોકોમાં ભયનું વાતાવરણ ફેલાવનાર આરોપી રીયાઝ રફીકભાઇ કાસમાણી રે. ઉના કોર્ટ વિસ્તારવાળા સામે ગુનો દાખલ થયેલ હોય ઉના પોલીસ ઇન્સ્પેકટર વિજયસિંહ ચૌધરીએ તેમના ગુનાની ફાઈલ જીલ્લા પોલીસ વડા રાહુલભાઇ ત્રિપાઠીને મોકલતા તેમણે ગીર સોમનાથ જીલ્લા કલેકટરને ભલામણ સાથે ફાઇલ મોકલતા ગીર સોમનાથ જીલ્લા કલેકટરે તેમની પાસાની ફાઇલ મંજુર કરી પાસાનું વોરંટ ઉના પોલીસને મોકલતા પોલીસ સ્ટાફે રીયાઝ રફીકભાઇ કાસમાણી રે. ઉના વાળાને પાસાનું વોરંટ બજાવી તેને પકડી અને કચ્છ ભૂજની સેન્ટ્રલ જેલમાં મોકલી આપેલ હતો. પોલીસ સ્ટેશનના ઇન્સ્પેકટર વિજયસિંહ ચૌધરી દ્વારા માત્ર ૩ મહિનામાં પાંચમાં માથાભારે શખ્સ સામે પાસાના પગલા લેવાતા માથાભારે શખ્સો તથા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે. હજુ પણ ઉના શહેર અને તાલુકામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા વધુ લોકો સામે આકરા પગલા લેવાશે તેમ જણાવેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews