રાજસ્થા માં ઢોંગી બાબાએ દેવતાઓને ખુશ કરવા ચાર મહિલા ઉપર બળાત્કાર ગુજાર્યો

રાજસ્થાનના બુંદીમાં એક ઢોંગી બાબાએ દેવતાઓને ખુશ કરવાના નામે ચાર મહિલાઓ પર બળાત્કાર ગુજાર્યો હતો. ઢોંગી બાબાએ મહિલાઓનાં શારીરિક શોષણનો અશ્લીલ વિડિયો પણ બનાવ્યો હતો. ત્યારબાદ તમામને બદનામ કરીને પોતાના અન્ય સાગટ્ઠિડરતો પાસે શારીરિક શોષણ કરાવતો હોવાની વિગતો જાહેર થઈ છે. એથી પીડિત મહિલાઓએ વિરોધ કર્યો તો આરોપી ઢોંગી બાબા અને તેના સાગરિતોએ મહિલાઓનો અશ્લિલ વિડિયો સોશિયલ મિડિયા ઉપર વાયરલ કરી દીધા હતા. ઢોંગી બાબા અને તેના સાગરિતોનો ભોગ બનનાર મહિલાઓએ આખરે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યુ હતુ કે ઢોંગી બાબા સાથે તેમની મુલાકાત ૧૦ માસ પૂર્વે મજૂરી કામ કરવા ગયા ત્યારે થઈ હતી. આ સમયે કહેવાતા બાબાએ પોતાના શરીરમાં દેવતા આવતા હોવાનો દાવો કર્યો હતો. ત્યારબાદ દેવતાઓને ખુશ કરવાના બહાને રાત્રીના સમયે વિધિના બહાને તેમનાં પૈકી એક મહિલાને બોલાવીને બળાત્કાર ગુજાર્યો હતો.
ત્યારબાદ દેવતા ખુશ થઈ જશે તો મહિલાએ ભેટમાં આપેલી રકમ બેગણી થઈ જવાની અને સંતાનવિહિન મહિલાને પુત્ર અવતરવાની લાલચ આપી હતી. બાબાની વાતમાં ભોળવાયેલી ગયેલી રેપ પીડિતાએ પોતાની નાની બહેન, તેની નિઃસંતાન ૨૨ વર્ષીય પુત્રી અને પોતાની સંબંધી એક મહિલાને રકમ બેગણી કરવા માટે વારાફરતી ઢોંગી બાબાને ત્યાં રાત્રિના સમયે ભેટ સાથે મોકલી હતી. તેમનું પણ ઢોંગી બાબાએ શારીરિક શોષણ કર્યુ હતુ.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!