ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રની ટોચની કંપની લાર્સન એન્ડ ટુબ્રો એટલે કે એલ એન્ડ ટીને દેશના પ્રથમ ‘બુલેટ ટ્રેન પ્રોજેક્ટ’ માટે સરકાર તરફથી ૨૫,૦૦૦ કરોડનું ટેન્ડર મળ્યું છે. આ કરાર મુંબઇ-અમદાવાદ વચ્ચે ૨૩૭ કિ.મી.ના માર્ગની ડિઝાઇન અને બાંધકામ માટેનો છે. મુંબઈ અને અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેનની કુલ લંબાઈ ૫૦૮ કિમી છે. એલ એન્ડ ટીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એસ.એન. સુબ્રમણ્યમે બુધવારે કહ્યું હતું કે, તેમને સરકાર તરફથી આજ સુધીનું સૌથી મોટો ટેન્ડર મેળવ્યું છે. જે રૂા. ૨૫,૦૦૦ કરોડનો ઓર્ડર છે. આ તેમના માટેનો સૌથી મોટો કરાર છે. આ સાથે આટલી મોટી રકમનો સૌથી મોટો સિંગલ ઓર્ડર છે જે સરકારે આપ્યો છે. આ કરાર હેઠળ ચાર વર્ષમાં પ્રોજેક્ટ પૂર્ણ થવાનો છે.
નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા લાર્સન અને ટુબ્રોએ સૌથી ઓછી બોલી લગાવી હતી અને એવી પણ માહિતી મળી હતી કે કુલ ૭ કંપનીઓ બોલીમાં સામેલ હતી. જેમાંથી લાર્સન અને ટુબ્રોએ સૌથી ઓછી બોલી લગાવી હતી. નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશને ૨૪ સપ્ટેમ્બરના રોજ અમદાવાદ-મુંબઇ બુલેટ રેલ પ્રોજેક્ટ માટે લગભગ ૧.૦૮ લાખ કરોડની બિડ ખોલી હતી. જેમાં ગુજરાતમાં આવતા પ્રોજેક્ટનો એક ભાગ શામેલ છે. બુલેટ ટ્રેન દ્વારા બે કલાકમાં મુંબઇથી અમદાવાદ પહોંચી શકાશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews