કોરોનાનો કહેર વધતા ફ્રાન્સમાં પુર્નઃ લોકડાઉન લાગુ કરાયું

0

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેનુએલ મૈક્રોએ કોરોનાને ધ્યાનમાં રાખીને દેશમાં ફરી લોકડાઉન લગાવવાનો ર્નિણય કર્યો છે. તેઓએ કહ્યું છે કે કોરોના વાયરસની બીજી લહેર વધારે ખતરનાક હોઈ શકે છે. જો કડક પગલાં નહીં લેવાય તો મૃત્યુઆંક ૪ લાખ સુધી પહોંચી શકે છે. લોકડાઉન શુક્રવારથી શરૂ કરાશે અને ૧ ડિસેમ્બર ૨૦૨૦ સુધી રહેશે. દેશમાં લાગૂ કરાયેલા પહેલાંના લોકડાઉન કરતાં થોડી છૂટછાટ વધારે મળશે. પરંતુ આ સમયે શાળાઓ, જનસેવા અને કાર્યાલય ચાલુ રાખી શકાશે. બહાર નીકળનારાઓએ સાથે ડોકયુમેન્ટ્‌સ રાખવાના રહેશે જેથી ખ્યાલ આવે કે તેઓ જરૂરી કામે નીકળ્યા છે. પોલીસ આ વાતનું ધ્યાન રાખશે. લોકડાઉનમાં ફરીથી રેસ્ટોરન્ટ્‌સ બંધ કરાશે. ફ્રાન્સમાં કોરોના વાયરસે ફરીથી વિકરાળ રૂપ ધારણ કર્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં ફ્રાન્સમાં ૫૨૩ લોકોના મોત થયા છે. એપ્રિલ પછી આ આંક સૌથી વધુ છે. છેલ્લા ૨૪ કલાકમાં અહીં ૩૩૪૧૭ નવા કેસ આવ્યા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!