રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મીણાએ પ્રોહીબીશન જુગારની બદી નાબૂદ કરવા માટે સૂચના આપેલ હોય જે અંતર્ગત પોલોસ ઇન્સ્પેકટર એ.આર.ગોહિલના સીધા માર્ગદર્શન હેઠળ હેડ કો. શક્તિસિંહ જાડેજા અને પો.કો. કૌેશિકભાઈ જોશીને મળેલ સયુંકત હકીકતના આધારે જામકંડોરણા ધોરાજી રોડ ઉપર ખજૂરડા ગામના પાટિયા પાસેથી સંજય દેવરાજભાઈ ભુવા નામનાં પટેલ શખ્સને અલ્ટો કારમાં ગેરકાયદેસર રીતે ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા અલગ અલગ બ્રાન્ડની ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૪૮ સહિત કુલ રૂા.૩૪૮૫૦૦ /- ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. આ કામગીરી રાજકોટ રૂરલ એલ.સી.બીના પોલીસ ઇન્સ્પેકટર એ.આર.ગોહિલ, પો.સ.ઇ. એચ.એમ.રાણા તથા પો.હે.કો. શક્તિસિંહ જાડેજા, સંજયભાઈ પરમાર, પો.કો. નારણભાઇ પંપાણીયા તથા કૌશિકભાઈ જોશીએ કરી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews