હવે ટ્રેનની કન્ફર્મ ટિકિટ ઉપર પણ બદલી શકાશે યાત્રીકનું નામ

કોરોના મહામારીના કારણે દેશની લાઈફ લાઈન એટલે કે ઈન્ડિયન રેલ્વે પણ યોગ્ય રીતે કામ કરી શકી નથી. પેસેન્જર્સ ટ્રેન માર્ચ ૨૦૨૦ થી કેન્સલ રહી છે. તહેવારોની સીઝનને ધ્યાનમાં રાખીને કેટલીક સ્પેશ્યિલ ટ્રેન સિવાય પાર્સલ ટ્રેન ચલાવવામાં આવી રહી છે. રેલ્વે વિભાગ કયારે ફરી સુચારૂ રીતે કામ કરી શકશે તે કહેવું મુશ્કેલ છે. પરંતુ આ સમયે જો તમે ટિકિટ બુકિંગ કરાવો છો તો હવે તમે નવા નિયમોના આધારે કન્ફર્મ ટિકિટ પર પણ પેસેન્જરનું નામ ચેન્જ કરી શકો છો. આ માટે કેટલીક પ્રોસેસ અને ડોકયુમેન્ટ્‌સની જરૂર રહે છે. તો જાણો શું છે આ નવો નિયમ.
ઓનલાઈન બુકિંગ કરતી સમયે મોટાભાગે એવું બને છે કે લોકો પેસેન્જરનું નામ ભરવામાં ભૂલ કરી લે છે. આ સમયે તમે મુસાફરી કરી શકતા નથી અને ટિકિટ કેન્સલ કરાવવી પડે છે. અનેકવાર તો એવું થાય છે કે ટિકિટ બુક કરી હોય પણ ટ્રાવેલિંગના પ્લાનમાં ચેન્જ આવ્યો હોય. આ સમયે તમે વિચારો છો કે તમારી ટિકિટ પર અન્ય કોઈ મુસાફરી કરી શકે તો સારૂ. તો હવે આ બાબત શકય બનશે.
IRCTCના નવા નિયમ અનુસાર હવેથી તમે તમારી કન્ફર્મ ટિકિટ પર ફેમિલિ મેમ્બર્સને યાત્રા કરાવી શકો છો. આ માટે પેસેન્જરના નામમાં ફેરફાર કરવાનો રહેશે. ૈંઇઝ્ર્‌ઝ્ર મુસાફરોને આ સુવિધા આપે છે. તે પોતાની કન્ફર્મ ટિકિટ પર પેસેન્જરનું નામ બદલી શકશે. આ ફેરફાર એક જ વખત કરી શકાશે. તો જાણો કઈ રીતે તમે તમારી કન્ફર્મ ટિકિટ પર પેસેન્જરનું નામ બદલી શકો છો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!