મુખ્યમંત્રી તો રૂપાણી જ છે અને રહેશે : પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલની સ્પષ્ટતા

મંત્રીમંડળમાં ફેરફાર, મુખ્યમંત્રી બદલાવવાની તથા રૂપાણી-પાટીલ વચ્ચેની કૉલ્ડવૉરની ચર્ચા પર ભાજપ-અધ્યક્ષ સી.આર. પાટીલે લીંબડીની જાહેરસભામાં પૂર્ણવિરામ મૂકી સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું હતું કે વિજય રૂપાણી મુખ્યમંત્રી છે અને આગામી સમયમાં પણ મુખ્યમંત્રી જ રહેશે. મુખ્યમંત્રી રૂપાણીએ જાહેરસભામાં ભાજપ સરકારનાં પ્રજાલક્ષી કાર્યો વર્ણવીને કાૅંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા હતા. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકારે કૃષિ બિલ પસાર કરી ખેડૂતો માટે મહત્ત્વનો ર્નિણય લીધો છે. મહાત્મા ગાંધીની કાૅંગ્રેસ તો ક્યારની સમાપ્ત થઈ ગઈ છે. આ તો રાહુલ ગાંધીની કાૅંગ્રેસ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!