વંથલી તાલુકાના સાંતલપુર ધાર ગામે ૯ વર્ષની બાળકી ઉપર સંબંધીએ દુષ્કર્મ આચર્યું ઃ પોલીસ ફરિયાદ

વંથલી તાલુકાના સાંતલપુર ધારમાં રહેતી એક નવ વર્ષની બાળકી ઉપર તેના સંબંધી યુવાને બાળકીને ઘરમાં બોલાવી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાતાં વંથલી પોલીસે ગુનો નોંધી યુવક સામે વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ વંથલી તાલુકાના સાંતલપુર ધાર ગામમાં રહેતી એક નવ વર્ષની બાળકી પોતાની બહેનપણી સાથે રમી રહી હતી ત્યારે બપોરે ૩.૩૦ કલાક આસપાસ બાળકીના સંબંધી અક્ષય રાજુ સોલંકી (ઉ.વ. ૧૯) નામના યુવકે બાળકીને ઘરમાં બોલાવી તેની ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું. બાદમાં બાળકી પોતાના ઘરે ગઈ હતી જયાં તેણીએ પોતાની સાથે બનેલી ઘટના બાબતે પરિવારજનોને જાણ કરતાં પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા. આ બનાવ અંગે વંથલી પોલીસમાં અક્ષય ઉર્ફે રાકેશ રાજુભાઈ વિરૂધ્ધ ફરિયાદ નોંધાતાં પોલીસે આરોપી વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!