જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં ગુલાબી ઠંડી સાથે છેલ્લા બે દિવસથી શિયાળાની ધીમી ધીમે શરૂઆત થઈ રહી છે. શિયાળાની સ્વાસ્થ્યવર્ધક ઋતુ હાલમાં તેના ગુલાબી મિજાજમાં છે.
તંદુરસ્ત સ્વાસ્થ્યને યથાવત રાખવા માટે શિયાળાની ઋતુ કુદરતના આશીર્વાદરૂપ છે. પરંતુ આ સ્વાસ્થ્યપ્રદ ઋતુમાં શરીરની પુરતી કાળજી ન લઈએ તો શિયાળો નુકશાનકારક પણ બની શકે છે. ખાસ કરીને ખાન, પાન, આહાર, વિહાર સિવાય આપણે શિયાળામાં અનેક બાબતોનું વિશેષ ધ્યાન રાખવું જાેઈએ. સામાન્ય રીતે શરીર ઋતુ અનુસાર કામગીરી અને કાર્યશૈલીમાં પરિવર્તન કરતું રહે છે. શિયાળાની ઋતુમાં શરીર એકટીવ મોડમાં હોય છે. કુદરતે શિયાળાની મૌસમ આખા વર્ષની શારીરિક શક્તિનો સંગ્રહ કરવા આપી છે.
સ્વાસ્થ્ય સંબંધીત સમસ્યાઓથી શિયાળામાં વિશેષ સચેત રહેવું જાેઈએ. શિયાળાની ઋતુ ભલે સ્વાસ્થ્યપ્રદ મોસમ ગણાય તેમ છતાં શ્વસન રોગ, હૃદયરોગ, ત્વચાના રોગ, મગજના રોગ, હાડકાના સાંધાના રોગ, વાયરસજન્ય રોગ, બાળકોમાં વિવિધ પ્રકારના ફલુનો રોગ વિગેરે થઈ શકે છે. શિયાળામાં હવામાં ભેજનું પ્રમાણ ઘટી જાય છે. શિત લહેર કે ઠંડા પવનને કારણે આપણી ત્વચા ખરછટ બની જાય છે તેની કોમળતા છીનવાઈ જાય છે. હોઠ ફાડી આવે છે. ત્વચા કાળી પડે છે, હાથ પગમાં ડાઘ પડવા જેવી સમસ્યા થાય છે.
ઘણી વખત સોરીયાસીસની સમસ્યા, એલર્જી કે ઠંડા પીણાને કારણે ત્વચા લાલ થવી વગેરે સમસ્યાઓ જાેવા મળે છે. ઘણા કિસ્સાઓમાં હૃદયરોગનો હુમલો પણ થઈ શકે છે. શિયાળાની ઋતુમાં પક્ષઘાત કે લકવા (બ્રેઈન સ્ટ્રોક)નું પ્રમાણ પણ વધારે જાેવા મળે છે. ફલુ અને કોમન કોલ્ડ એ લગભગ ર૦૦ પ્રકારના વાયરસથી થાય છે. જેમાંથી અમુક સ્વાઈનફલુ જેવા વાયરસ જીવલેણ બનતા હોય છે. શિયાળામાં આમળા પ્રમુખ ફળ છે. સૌથી વધુ ગુણકારી મેથી છે અને સાંધાના દુઃખાવા માટે ખજુર લાભદાયી છે. જેથી શિયાળામાં આરોગ્યની જાળવણી માટે ખાસ પ્રકારની વસ્તુનું સેવન કરવું જાેઈએ. કોરોના કાળમાં લોકોએ પોતાનાં આરોગ્યની ખાસ કાળજી લેવી જરૂરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews