કેશુભાઈ સૌરાષ્ટ્રનાં ખેડૂત નેતા અને સરદાર હતા : મેયર ધીરૂભાઈ ગોહેલ

0

સૌરાષ્ટ્રના સપુત પૂર્વ મુખ્યમંત્રી અને ખેડૂત નેતા એવા કેશુભાઈ પટેલનું ૯ર વર્ષની ઉંમરે અવસાન થતા ઘેરા શોકની લાગણી પ્રસરી છે. દરમ્યાન જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર ધીરૂભાઈ ગોહેલે ભાવપૂર્ણ શ્રધ્ધાજલી આપતા તેમની સાથેના સંસ્મરણો વાગોળ્યા હતા તેઓઅ જણાવ્યું હતું કે, શ્રી કેશુભાઈ પટેલ મુખ્યમંત્રીના સમય દરમ્યાન સૌરાષ્ટ્રને કાયમી સિંચાઈ ક્ષેત્રે અન્યાય થતો હતો તે સિંચાઈ ક્ષેત્રે ન્યાય મળયો. ભારતીય જનતા પાર્ટીની સરકાર કેશુભાઈ પટેલના વડપણ હેઠળ બનેલ અને તુરતજ નર્મદા ડેમનું કામ જે ખોરંભે પડેલ હતું તે ફરી શરૂ કરાવી તેની ઉંચાઈમાં મહત્તમ વધારો કરેલ હતો અને સૌરાષ્ટ્રને કાયમી પીવાનું પાણી તથા સિંચાઈનું પાણી ખેડૂતોને મળે તે માટે નવા ડેમો બંધાવ્યા અને ચેકડેમો ગુજરાતમાં બનાવ્યા. સરદાર વલ્લભભાઈ પટેલનું સોમનાથ મંદિરના વિકાસનું અધુરૂ રહેલ સ્વપ્ન કેશુભાઈ પટેલ દ્વારા પુરૂ કરી સોમનાથ મંદિરનો વિકાસ કાર્યો કર્યા તે આપણે સૌને અનુભુતી થાય છે. કેશુભાઈ મુખ્યમંત્રી પદે આરૂઢ થતા ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાંથી ગુંડાગીરી નાબુદ કરવાનું આપેલું વચન પૂર્ણ કર્યું અને તેઓની સરકારમાં અસામાજીક તત્વોને ડામી દેવામાં આવ્યા તેની શરૂઆત પોરબંદરથી કરી. જૂનાગઢને આઝાદી અપાવનાર સરદાર વલ્લભભાઈ પટેલે કરેલ કામગીરીના કેશુભાઈ પટેલ હું સાક્ષી રહ્યા છે. જૂનાગઢ સાથે તેઓનો નાતો સૂર્યકાન્તભાઈ, હેમાબેન, નારસિંહભાઈ, બચુભાઈ રાજા, પરમાનંદભાઈ ઓઝા તથા મોહનભાઈ પટેલને હર હંમેશ યાદ કરી આરઝી હકુમતની યાદો વાગોળતા હતા જેનો સાક્ષી છું. જૂનાગઢ જીલ્લાના વિસાવદરમાંથી ધારાસભ્ય તરીકે ચુંટાઈને મુખ્યમંત્રી બન્યા ત્યારથી જૂનાગઢ શહેર અને જીલ્લાના વિકાસમાં તેમનો ખુબજ મોટો ફાળો છે. સૌરાષ્ટ્ર રાજયના પ્રથમ મુખ્યમંત્રી સ્વ.ઢેબરભાઈ પટેલને યાદ કરાવે તેવી તેમની કામગીરી હતી. સૌરાષ્ટ્રના લોકો કેશુભાઈને છોટે સરદાર કહીને સંબોધતા હતા. તેઓના જવાથી ગુજરાતને અને ખાસ કરીને સૌરાષ્ટ્રને ખુબજ મોટી ખોટ પડી છે તેઓના પરીવાર ઉપર આવી પડેલ દુઃખ સહન કરવાની ભગવાન, રામ, શ્યામ, ઘનશ્યામ શકિત આપે અને તેમના આત્માને શાંતિ અર્પે તેવી જૂનાગઢ વાસીઓ વતી મેયર ધીરૂભાઈ ગોહેલ દ્વારા શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!