ઓએસિસ ફર્ટીલિટી રજૂ કરે છે સંતાન પ્રાપ્તિની સારવારનો નવતર અભિગમ : IVF@Home

0

ભારતમાં પ૦ લાખથી વધુ લોકો કોરોનાગ્રસ્ત બન્યા હોવા છતાં દેશ અનલોક-પ માટે તૈયાર થઈ રહ્યો છે અને કેન્દ્ર સરકારનું ગૃહ મંત્રાલય અનલોક-પની પ્રક્રિયા દરમ્યાન પાલન કરવાની માર્ગ રેખાઓ જાહેર કરી છે ત્યારે અમે નવાં ધોરણો અપનાવીને સંપર્ક વિહીન કામગીરી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે અને તેને તમામ વર્ગોમાંથી સારો પ્રતિભાવ મળી રહ્યો છે. રિટેઈલ હોસ્પીટાલીટી હોય કે, હેલ્થકેર, માસ્કસ, સોશ્યલ ડિસ્ટન્સીંગ અને સેનેટાઈઝર હવે મહત્વના બની ગયા છે.
ઓએસિસ ફર્ટીલિટીના મેડીકલ ડિરેકટર અને સહસ્થાપક ડો.દુર્ગા રાવ જણાવે છે કે, વંધ્યત્વએ જાહેર આરોગ્યની વૈશ્વિક સમસ્યા છે અને ભારતમાં દર ૬ યુગલમાંથી એકને વંધ્યત્વની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે ત્યારે કુદરતી રીતે સંતાન પ્રાપ્તીમાં મુશ્કેલી જણાય ત્યારે ફર્ટિલીટી કિલનિકની મુલાકાત લેવાય તો ગર્ભધારણની તકો વધી જાય છે. અમે સમજીયે છીએ કે, હાલના કોવિડના સમયમાં દર્દીઓ આઈવીએફ સારવાર કરાવવાનો પ્રયાસ કરતા ડરતા હોય છે અને ઘણી જ તાણમાંથી પસાર થતા હોય છે. આથી અમે એક નવતર પ્રકારનો અનોખો અભિગમ અપનાવીને એક રીતે કહીએ તો સૌ પ્રથમ વખત અમારા સારવાર પાત્ર દર્દીઓને ઘેર બેઠા આઈવીએફ સારવાર ઉપલબ્ધ કરવાનો પ્રયાસ હાથ ધર્યો છે.
ઓએસિસ ફર્ટીલીટીના કિલનિકલ હેડ, ડો.સુભાષ બક્ષી જણાવે છે કે, ચોક્કસપણે આ એક પ્રગતિશીલ વિચારધારા ધરાવતી વ્યૂહરચના છે અને ઘરના આરામ વચ્ચે સંતાન પ્રાપ્તીનું સપનું સાકાર કરવામાં વિજ્ઞાન સહાય કરે છે. અમે IVF@Home રજૂ કરતા રોમાંચ અનુભવીએ છીએ.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!