સ્ટાફને અપાઈ કોવિડ-૧૯ પ્રોટોકોલની તાલિમ કચ્છના સફેદ રણમાં ધનતેરસથી ટેન્ટ સિટી ખુલશે

0

કચ્છના સફેદ રણની મજા માણવા જતાં પ્રવાસીઓ માટે ટેન્ટ સીટી દિવાળીના બે દિવસ અગાઉ ૧૨ નવેમ્બરથી ૨૮ ફેબ્રુઆરી સુધી ખુલ્લુ મુકવામાં આવશે. ૧૨ નવેમ્બરથી કોવિડ-૧૯ મહામારીને ધ્યાનમાં લઈને વાહનો તથા ટેન્ટ સિટીના સમગ્ર વિસ્તારમાં રોકાયેલા પ્રવાસીઓ માટે સલામતી માટેનાં સંખ્યાબંધ પગલાં લેવામાં આવ્યાં છે. કચ્છનુ ટેન્ટ સિટી ગુજરાતનુ એક અત્યંત પ્રવાસીઓને ૭૫૦૦ ચો.મી. વધુ વિસ્તારમાં પથરાયેલા ખૂબજ સુંદર અને નયનરમ્ય સ્થળ વિશ્વના સૌથી મોટા સોલ્ટ ડેઝર્ટની મુલાકાત લેવાની તક પૂરી પાડે છે. ટેન્ટ સિટી કચ્છ ૫ લાખ ચો.મી. થી વધુ વિસ્તારમાં પથરાયેલુ છે અને તે મહેમાનો માટે તા. ૧૨ નવેમ્બરથી ૨૮ ફેબ્રુઆરી સુધી ખુલ્લુ રહેશે. કચ્છના સફેદ રણ નજીક ધોરડો ગામમાં સ્થાપવામાં આવેલા આ ટેન્ટ સિટીમાં ૩૫૦થી વધુ ટેન્ટ આવેલા છે. આ ટેન્ટ સિટીમાં એર-કન્ડીશન્ડ અને નોન-એરકન્ડીશન્ડ ટેન્ટસનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રવાસીઓની પસંદગી માટે પોસાય તેવાં પેકેજના સંખ્યાબંધ વિકલ્પો ઉપલબ્ધ છે. દર વર્ષે ‘ટેન્ટ સિટી કચ્છ’ની ૩૫૦૦૦થી વધુ લોકો મુલાકાત લઈને અહીની મહેમાનગતીનો પ્રથમદર્શી અનુભવ માણે છે. ૨૦ દેશના ૫ લાખથી વધુ મુલાકાતીઓ વિતેલા વર્ષોમાં કચ્છના સફેદ રણની મુલાકાત લઈ ચૂક્્યા છે . એમ લલ્લુજી એન્ડ સન્સના ફાયનાન્સ અને ઓપરેશન મેનેજર ભાવિક શેઠે જણાવ્યું હતું. લલ્લુજી એન્ડ સન્સ ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત સાથે મળીને પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશિપ હેઠળ વાર્ષિક રણોત્સવનુ સંચાલન કરે છે. કચ્છના આકર્ષક સફેદ રણની મુલાકાત લઈને અહીં સોલ્ટ ડેઝર્ટમાં સૂર્યાસ્તની ભવ્યતાની મોજ માણી શકે છે. પ્રવાસીઓ નજીકમાં આવેલા કાળા ડુંગરની મુલાકાત પણ લઈ શકે છે. અહીં નજીકમાં પ્રવાસીઓને ગમી જાય તેવાં અન્ય ઐતિહાસિક સ્મારકો અને મુલાકાત લેવા જેવાં સ્થળો આવેલાં છે. મહેમાનો અહીં લોકનૃત્ય અને સંગીતના કાર્યક્રમની મોજ પણ માણી શકે છે. આ ઉપરાંત હસ્તકલાના કસબીઓને કામ કરતા જાેઈ શકાય છે અને તેમની પાસેથી કલાકૃતિ ઓની સીધી ખરીદી પણ કરી શકાય છે. કોવિડ-૧૯ મહામારીને ધ્યાનમાં લઈને વાહનો તથા ટેન્ટ સિટીના સમગ્ર વિસ્તારમાં મહેમાનોની સલામતી માટેનાં સંખ્યાબંધ પગલાં લેવામાં આવ્યાં છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!