આસામમાં ૨૬.૩ ટકા મહિલાઓ દારૂનું સેવન કરે છેઃ સ્વાસ્થ્ય મંત્રાલયનો રિપોર્ટ

કેન્દ્રિય સ્વાસ્થ અને પરિવાર કલ્યાણ મંત્રાલયે વર્ષ ૨૦૧૯-૨૦ માટે જાહેર કરાયેલા આંકડાઓ દર્શાવે છે કે, અન્ય રાજ્યો-પ્રદેશોની સરખામણીએ અસામમાં ૨૬.૩% મહિલાઓ દારુનું સેવન કરે છે. જેમાં સૌથી વધારે ૧૫થી ૪૯ વર્ષની મહિલાઓ સામેલ છે. આ કેટેગરીમાં રાષ્ટ્રીય સ્તરે પ્રમાણ ૧.૨% છે. જ્યારે બીજા સ્થાને જમ્મુ-કાશ્મીર છે, ત્યાંની ૨૩% મહિલાઓ દારુનું સેવન કરે છે. મેઘાલયમાં પ્રમાણ ૮.૭% છે. આ સિવાય બાકીના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આ કેટેગરીમાં દારુનું સેવન કરતી મહિલાઓનું પ્રમાણ ૧૦%થી ઓછુ છે. રિપોર્ટમાં નેશનલ ફેમિલી હેલ્થ સરવે-૪ આંકડાઓને પણ સામેલ કરવામાં આવ્યા હતા. જેને ૨૦૧૫-૧૬માં જાહેર કરાયા હતા. આ પહેલા દ્ગહ્લૐજી-૩ વર્ષ ૨૦૦૫-૦૬ના રિપોર્ટના આંકડા દર્શાવતા હતા કે અસામમાં ૧૫-૪૯ વયની માત્ર ૭.૫ ટકા મહિલાઓ જ દારુનું સેવન કરતી હતી. એ સમયે અસામ પહેલા પાંચ રાજ્યો હતો. જેમાં અરુણાચલ પ્રદેશ ૩૩.૬ ટકા, સિક્કિમ ૧૯.૧ ટકા, છત્તીસગઠ ૧૧.૪ ટકા, ઝારખંડ ૯.૯ ટકા અને ત્રિપુરા ૯.૬ ટકા હતું, પરંતુ ૨૦૧૯-૨૦ના આંકડા દર્શાવે છે કે અસામની મહિલાઓમાં દારુના સેવનની લત વધી છે. દારુના સેવનમાં પુરુષ વર્ગના ૧૫-૪૯ વર્ષના પુરુષોમાં અસામના ૩૫.૬% દારુનું સેવન કરી રહ્યા છે. જ્યારે રાષ્ટ્રીય સ્તરે આ પ્રમાણ ૨૯.૨% છે. આ યાદીમાં પ્રથમ અરુણાચલ પ્રદેશના ૫૯% પુરુષો દારુનું સેવન કરી રહ્યા છે. રિપોર્ટ મુજબ અસામમાં દારુનું સેવન કરતી મહિલાઓમાં ૪૪.૮% મહિલાઓ અઠવાડિયે એકવાર સેવન કરે છે. જ્યારે પુરુષોમાં આ પ્રમાણ ૫૧.૯% છે. આ સિવાય અસામમાં ૧૫-૪૯ વર્ષની ઉંમરના પુરુષો અને મહિલાઓ વચ્ચે તમાકુના સેવનનું પ્રમાણ ૧૭.૭% અને ૬૦% છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!