દ્વારકાધીશ જગતમંદિરમાં શરદ પૂર્ણિમા મહોત્સવની ઉજવણી

પવિત્ર યાત્રાધામ દ્વારકા ખાતે ભગવાન શ્રી દ્વારકાધીશનાં જગતમંદિરમાં આજે શરદપૂર્ણિમાની ભવ્યાતિભવ્ય રીતે ઉજવણી કરવામાં આવેલ હતી. શરદ પૂર્ણિમા ઉત્સવ પ્રસંગે જગતમંદિરમાં કાળિયા ઠાકુરને વિશેષ શ્રૃંગાર પરીધાન કરાવવામાં આવેલ હતું. દ્વારકાધીશ મંદિરમાં શરદપૂર્ણિમાને અનુલક્ષીને ઠાકોરજીને પરંપરાગત રીતે શરદોત્સ્વ સાથેનો કાર્યક્રમ જગતમંદિરમાં યોજાયેલ હતો. જગતમંદિરમાં ઠાકોરજીને સફેદ વસ્ત્રોમાં વિવિધ અલંકારો સાથેનો ભવ્ય શ્રૃંગાર વારદાર પૂજારી નેતાજી દ્વારા કરવામાં આવેલ હતો. સાંજે મહાઆતરતી અને ભગવાનને મહાભોગમાં દૂધ-પોૈઓનાં મહાપ્રસાદ ભાવિકોને આપવામાં આવેલ હતો. રાત્રીનાં સમયે પૂજારી પરિવાર દ્વારા ઠાકોરજીનાં સ્વરૂપ સાથે રાસોત્સવની રંગત માણેલ હતી. રાસોત્સવ નિહાળવા માટે શહેરનાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડેલ હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે પૂજારી પરિવાર દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!