ભારત વર્ષમાં મહારાસનું પર્વ એટલે શરદ પૂનમ

0

ભારતને ઉત્સવપ્રિય દેશ માનવામાં આવે છે. જે અંતર્ગત શરદ પૂનમના ઉત્સવનું પણ ખાસ મહત્વ છે. આ પર્વને નૈસર્ગીક સોૈંદર્યના પર્વ અને સાશ્વત પ્રેમના સમન્વય તરીકે પણ ઓળખવામાં આવે છે. દ્રાપરયુગમાં ભગવાન શ્રીકૃષ્ણએ આ દિન નિમિત્તે ગોપીઓ સાથે નિષ્કામ ભાવે રાસ રચ્યો હતો. સોરઠ પંથકમાં નાના મોટા હર કોઈ આ દિને મહારાસ રમી શરદ પૂનમના ઉત્સવને ઉજવે છે. આ દિવસે દૂધ-પૌઆનું આયુર્વેદની દ્રષ્ટીએ પણ ખાસ મહત્વ છે.
શરદ પૂનમના ચંદ્રમાંના દર્શનથી માનસિક સંતાપ દૂર થાય છે. શરદ પૂનમ ઉપર અનેક લોકગીતો પણ લખાયા છે. એટલે એ કહેવું સાર્થક જ સાબિત થશે કે શરદ પૂનમ એ મહારાસનાં પર્વની સાથે કુદરતી સૌદર્યનો ઉત્સવ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!