મુદ્રા લોનના નામ ઉપર પૈસા ઉઘરાવી એક શખ્સે અનેક સાથે છેતરપિંડી આચરી ભોગ બનનાર ૨૦ જેટલા વેપારીઓએ પોલીસને કરી ફરીયાદ સાથે રજૂઆત

0

હાલ લોકોને અનેક બહાના તળે અલગ અલગ ઓપરેન્ડી અપનાવી લાલચ અથવા અલગ-અલગ પ્રલોભનોની આપી છેતરપિંડી આચરવાના કિસ્સાઓ અનેક વખત પ્રકાશમાં આવે છે. આવો જ એક કિસ્સો જૂનાગઢમાં મુદ્રા લોન અપાવી દેવાના બહાના તળે અનેક લોકો પાસેથી રકમ ઉઘરાવી એ લોકો સાથે છેતરપિંડી આચર્યાની ફરીયાદ જૂનાગઢના એક ફુટવેરના વેપારીએ નોંધાવી હતી. આ ફરિયાદ સાથે સમર્થન આપી અન્ય ૨૦ જેટલા ભોગ બનનાર વેપારીઓએ પોલીસને આ શખ્સને ઝડપી કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી. બનાવની સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત અનુસાર જૂનાગઢ ચિતાખાના ચોક વિસ્તારમાં ફૂટવેરનો વેપાર કરતા અને મુલ્લાવાળા વિસ્તારમાં રહેતા જિશાન એ. મુન્શીએ જૂનાગઢ બી ડિવિઝન પોલીસ મથકે પોતાની ફરિયાદ આપતાં જણાવ્યું હતું કે, ગત વર્ષ ૨૦૧૯માં પરાગભાઈ રાજેન્દ્રભાઇ જાની નામના વ્યક્તિએ મોબાઈલ નંબર ૯૭૧૨૨૪૦૦૦૦ દ્વારા વેપારીઓ માટે ધંધા માટે બેંકમાંથી મુદ્રા લોન કરાવી આપશે અને તે પોતે તેના એજન્ટ છે. આવું જણાવી તેમને અને તેમના ઘણા વેપારી મિત્રોને લોન અપાવી દેવા ખાત્રી આપતા ઘણા વેપારી મિત્રોએ લોન મેળવવાની તૈયારી બતાવી હતી. આ મુદ્રા લોન મેળવવા માટે ડોક્યુમેન્ટ્‌સની સાથે રૂપિયા ૧૦૦૦ એક વ્યક્તિ દીઠ કમિશનના પરાગ જાની દ્વારા ઉઘરાવેલ હતા. ઘણા વેપારીઓ આ વાતમાં આવી જઈ પરાગભાઇ જાનીને આ પૈસા ડોક્યુમેન્ટ્‌સ સાથે માર્ચ ૨૦૧૯ મહિનામાં જમા કરાવ્યા હતા. ભોગ બનનાર ૩૬ જેટલા વ્યક્તિઓ ફરીયાદી જિશાનભાઈ મુન્શીના સંપર્કમાં આવતા તેમાંથી એકપણ વ્યક્તિને લોન કરાવી આપેલી ન હોતી અને સમય જતાં આગળ આરોપી પરાગ જાનીએ લોન પ્રશ્ને આ બાબતે પૂછપરછ કરતા ઉડાઊ જવાબો આપવાનું પ્રથમ શરૂ કર્યું હતું. ફરિયાદી સહિતના વેપારીઓએ પૈસા પરત માંગતા ફોન કરતાં છેલ્લા ઘણાં મહિનાથી કોઈ જવાબ મળતો નહી અને આ બનાવમાં ભોગ બનનાર લગભગ લોકો એક બીજાના સંપર્કમાં હોય, દરેકની સાથે આરોપી એક જ પ્રકારની મોડસ ઓપરેન્ડી અપનાવતો હોય, ૧૮ મહિના જેવો સમય વીતી જતા તેમજ આ સમયગાળા દરમ્યાન અન્ય અનેક લોકો સંપર્કમાં તેઓની સાથે પણ પરાગભાઈ જાની દ્વારા છેતરપીંડી કરેલી હોવાની વાત પ્રકાશમાં આવતા ભોગ બનનાર લોકોના વિશ્વાસનો દુરૂઉપયોગ કરીને આ રીતે ઘણા બધા વ્યક્તિઓ સાથે છેતરપીંડી આચરેલી હશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા ફરિયાદી તેમજ તેમની સાથે વેપારીઓએ પોલીસને રજૂઆત કરતા વીસેક જેટલા વેપારીઓ દહેશત વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આરોપી પરાગ દ્વારા તેઓ સિવાય અન્ય અનેક લોકોનાં ખૂબ મોટા પ્રમાણમાં લોનનાં નામે આ શખ્સ પાસે છેતરાયા હોવાનું તેમની ધરપકડ બાદ પોલીસ તપાસમાં ખૂલ્લી શકે છે. બનાવની ગંભીરતાને ધ્યાને લઇ આરોપી છટકી જાય તે પહેલા તેમને ઝડપી કડકમાં કડક કાર્યવાહી કરવા તમામ વેપારીઓએ માંગણી કરી હતી. ઘટનાના પગલે જૂનાગઢના મધ્યમ વર્ગીય વેપારીઆલમમાં આ બનાવને લઇને ચકચાર સાથે ચર્ચાનો માહોલ જામવા પામ્યો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!