સામાજીક સંસ્થાઓનું કહેવું છે કે ગિરનાર રોપ-વેનાં ભાવ રૂા. ૩૦૦ થી ૪૦૦ જીએસટી સહીત હોવા જાેઈએ. ટીકીટનાં ભાવ ઘટાડવામાં નહીં આવે તો રોપ-વેનો બહિષ્કાર કરવાની નોબત આવશે. સામાજીક સંસ્થાઓ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃતિ થતી હોય છે. જેમાં વૃધ્ધો, દિવ્યાંગો, જરૂરીયાતમંદ લોકો, વિધવા મહિલાઓને આર્થિક સહાય પુરી પાડવામાં આવતી હોય છે. વર્ષમાં એકાદ વખત યાત્રાધામોનાં દર્શન માટે આવે છે. હાલ રોપ-વે શરૂ થતા જરૂરીયાતમંદ લોકોને માં અંબાનાં દર્શન કરાવવાનું નકકી કર્યુ હતું. જાે કે રોપ-વે દ્વારા રૂા. ૭૦૦ જેટલા ભાવ રાખવામાં આવ્યો હોય જેના કારણે દાતાઓને પણ ખર્ચનો બોજ વધી જાય છે. પરીણામે જરૂરીયાતમંદ લોકોને દર્શન કરાવવાનું પણ માંડીવાળવું પડયું છે. રોપ-વે કરતાં ડોળીવાળાઓ અશકત લોકોને માતાનાં દર્શન કરાવીને રાહતદરે સેવા કરે છે તે ખાસ નોંધવા જેવી સેવા છે તેમ બોલબાલા ટ્રસ્ટનાં જયેશ ઉપાધ્યયે જણાવ્યું છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews