શ્રી સરદાર પટેલ શૈક્ષણિક સંકુલ – જાેષીપુરા દ્વારા સરદાર પટેલને ભાવાંજલિ અપાઈ

0

ભારત ભાગ્યવિધાતા ત્યાગમૂર્તિ અને દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪પમી જન્મતિથિએ સરદાર પટેલ એજયુકેશન ટ્રસ્ટ – જૂનાગઢના ચેરમેન – મેનેજીંગ ટ્રસ્ટી જે.કે. ઠેસીયા અને જાેઈન્ટ મેનેજીંગ ટ્રસ્ટી મૃણાલિનીબેન ગોધાણીના પ્રભાવી માર્ગદર્શન હેઠળ કોરોનાની સૂચનાઓના પાલન સાથે સરદારચોક – જૂનાગઢ ખાતે સરદાર પટેલની પૂર્ણ કદની પ્રતિમા, શાકમાર્કેટ – જાેષીપુરા ખાતે સરદાર પટેલની પ્રતિમા તેમજ ડો.હરીભાઈ ગોધાણી કેમ્પસ – જૂનાગઢ ખાતે આવેલ સરદાર પટેલની પ્રતિમાને સુતરમાલા અને પુષ્પમાળા અર્પણ કરી, સૌએ નતમસ્તકે વંદન કરીને ઋણ સ્વીકાર કર્યો હતો.સાથો સાથ ડો.હરીભાઈ ગોધાણી કેમ્પસ – જાેષીપુરા, જૂનાગઢ ખાતે યોજાયેલ વ્યાખ્યાનમાળામાં સંસ્થાના ચેરમેન જે.કે. ઠેસીયા, ટ્રસ્ટી ચુનીભાઈ રાખોલીયા તેમજ કર્મચારીઓ લક્ષ્મીતાબેન ખુંટ, ડેનિશાબેન પરમાર અને ભરતભાઈ વેકરીયાએ સરદાર પટેલના જીવન – ચરિત્ર અને તેઓના યોગદાન વિશે મનનીય વકતવ્યો આપ્યા હતાં. જયારે શાળાના આચાર્યા જયશ્રીબેન રંગોલીયાએ એકતા દિવસના શપથ લેવડાવ્યા હતાં. આ પ્રસંગે ઉપસ્થિત તમામ લોકોએ સરદારની મહાઆરતી અને પુષ્પ અર્પણ કરીને ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે સ્વાગત પ્રવચન સંસ્થાના શિક્ષણ નિયામક એસ.કે. વોરા તેમજ આભારદર્શન માધ્યમિક શાળાના વડા ઉમેશભાઈ હિરપરા દ્વારા કરવામાં આવ્યું હતું. જયારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રાથમિક વિભાગના પ્રિન્સિપાલ પારૂલબેન હપાણીએ કર્યુ હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા લો કોલેજના પ્રિન્સીપાલ ડો.સંજયભાઈ ધાનાણી અને તેમની ટીમે જહેમત ઉઠાવી હતી.આ ઉજવણીમાં ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ગોધાણી, કડવાભાઈ રામાણી, અશ્વીનભાઈ બોરડ, ઉષાબેન ગોધાણી સહિત નગરજનો અને સંસ્થાના કર્મચારીઓની વિશેષ ઉપસ્થિતિમાં સૌએ ભારત ભાગ્યવિધાતા સરદાર પટેલના સમગ્ર ભારત અને જૂનાગઢના મુકિતદાતા તરીકે ભાવપુર્વક ઋણ સ્વીકાર કરી, કૃતકૃત્યતા અનુભવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!