Thursday, January 21

ભાવનાબેન ચીખલીયા ફાઉન્ડેશન દ્વારા કોરોના વોરીયર્સનું કરાયું સન્માન

જૂનાગઢ અને સોરઠ પંથકની અગ્રણી આરોગ્ય સેવા આપતી ત્રિમૂર્તિ હોસ્પિટલનાં વડા ડો.ડી.પી. ચીખલીયાનાં માર્ગદર્શન હેઠળ તા. ૩૧-૧૦-ર૦નાં રોજ શનિવારે એસએલપાર્ક ખાતે ત્રિવીધ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કોરોના સામેની લડાઈ લડતા – લડતા શહિદ થયેલા કોરોના વોરીયર્સને ભાવપુર્ણ શ્રધ્ધાંજલિ. કોરોનાનાં કારણે દિવગંત બનેલા મહાનુભાવોને શ્રધ્ધાંજલિ તેમજ કોરોના વોરીયર્સ તરીકેની સતત સેવા બજાવી રહેલા સેવા કર્મીઓનું બહુમાન કરવાનો આ કાર્યક્રમ યોજાયો હતો. અને તેમાં મહાનુભાવોનાં હસ્તે સન્માન કરાયું હોવાનું ડો.ડી.પી. ચીખલીયાએ જણાવ્યું હતું.
જૂનાગઢ શહેર અને જીલ્લામાં જાહેર ક્ષેત્રનાં માધ્યમ દ્વારા સોરઠ પંથકની પ્રજાનાં પ્રાણ પ્રશ્નો, રોપ-વે, બ્રોડગેજ સહિતના અનેક પ્રશ્નોેને ઉચ્ચ કક્ષા સુધી પહોંચાડનાર અને અપાર લોકચાહના મેળવનારા જૂનાગઢનાં લોકલાડીલા સાંસદ અને અટલ બિહારી બાજપાઈ સરકારના મંત્રીમંડળમાં પણ ગૌરવભર્યુ સ્થાન મેળવનારા ભાવનાબેન ચીખલીયાનાં કાર્યને આજે પણ લોકો તેની સાંસદ તરીકેની સેવાને યાદ કરી રહયા છે. ભાવનાબેન ચીખલીયાને સેવાકીય કાર્યોને સતત જીવંત રાખનારા પથદર્શક અને જૂનાગઢ સહિત સૌરાષ્ટ્ર તેમજ દુર-દુર સુધી જેમની ખ્યાતી પ્રસરેલી છે અને આરોગ્ય ક્ષેત્રની સિરમોર સમી કાર્યવાહીથી ત્રિમૂર્તિ હોસ્પિટલની આરોગ્ય સેવા વિસ્તરી રહી છે. દરમ્યાન શનિવારે રાતનાં એસએલ પાર્ક ખાતે એક ત્રિવીધ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ ભાવનાબેન ચીખલીયા ફાઉન્ડેશન દ્વારા આયોજીત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મહાનુભાવોનાં હસ્તે દીપ પ્રાગ્ટય અને પ્રાસંગીક ઉદબધનો થયાં હતાં.
ગુજરાત અને દેશમાં માર્ચ માસમાંથી કોરોનાના રોગચાળાએ હાહાકાર મચાવી દીધો હતો અને અત્યાર સુધીમાં અનેક લોકો ભોગ બન્યા છે. દરમ્યાન કોરોનામાં સંક્રમીત થયેલા દર્દીઓને સારવાર પુરી પાડી અને કોરોના વોરીયર્સ તરીકે કાર્ય કરતાં ગુજરાતનાં ર૩ સહિત દેશનાં રરપ થી વધારે સેવા આપતા શહિદ થયેલા તબીબો, સેવાકર્મીઓ, પેરામેડીકલ સ્ટાફને જૂનાગઢમાં ભાવનાબેન ચીખલીયા ફાઉન્ડેશન દ્વારા શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતાં. આ ઉપરાંત ગુજરાતનાં પુર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ જાણીતા ગુજરાતી કલાકારો મહેશ-નરેશની બંધુ બેલડી કેન્દ્રીય મંત્રી પ્રણવ મુખર્જી સહિતનાં સદગત મહાનુભાવોને શ્રધ્ધાસુમન બે મિનીટ મૌન પાળી અને ભાવાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત આરોગ્ય ક્ષેત્રનાં તબીબો, નર્સીગ સ્ટાફ, પેરામેડીકલ સ્ટાફ, જે લોકો સતતને સતત પોતાનું ઉતરદાયિત્ય નિભાવી રહયા છે અને કોરોના વોરીયર્સ તરીકે કામગીરી કરી રહયા છે.તેઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. ત્રિમૂર્તિ હોસ્પિટલનાં ડો.ડી.પી. ચીખલીયાનાં વડપણ હેઠળ ભાવનાબેન ચીખલીયા ફાઉન્ડેશન દ્વારા યોજાયેલો આ કાર્યક્રમ સમાજને એક નવો સંદેશ પુરો પાડવાનો કાર્ય કર્યુ છે. આ કાર્યક્રમમાં મહાનગરપાલિકાનાં મેયર ધીરૂભાઈ ગોહેલ, સૌરાષ્ટ્રભૂમિ દૈનિકના તંત્રી કાર્તિકભાઈ ઉપાધ્યાય તેમજ પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મિડીયાનાં પત્રકાર મિત્રો, એડવોકેટ શ્રી દેવાણી, ડો. જાદવ, ડો. ડઢાણીયા તથા તબીબી સ્ટાફ ડોકટરોએ પ્રસંગોચિત પ્રવચનો કર્યા હતાં. કાર્યક્રમનું સંચાલીન મહેશ વારાએ કર્યુ હતું. અશોકભાઈ પોંકીયા, ઉમેદભાઈ ગામી અને ટીમ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી
હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!