સુરજકરાડીમાં રહેણાક મકાનમાં ચોરી રૂા. અઢી લાખનો મુદ્દામાલ ઉસેડી જતા તસ્કરો

મીઠાપુરના સુરજકરાડીમાં રહેતા રણછોડભાઈ ડાહ્યાભાઈ નકુમનાં મકાનનું દરવાજાનું તાળુ તોડી તસ્કરોએ કબાટના ખાનામાં રાખવામાં આવેલા સોનાના બે તોલાનું મંગલસૂત્ર, સોનાની પાટલાની બે તોલાની એક જોડી, ત્રણ તોલા સોનાનો હાર, ચાંદીના સદરાની એક જોડી, કમરમાં પહેરવાનો કંદોરો વિગેરે રૂા. ૨.૧૫ લાખની કિંમતના દાગીના, ઉપરાંત રૂા. ૩૦ હજાર રોકડા મળી કુલ રૂા. ૨.૪૫ લાખના મુદ્દામાલની ચોરી થયાની મીઠાપુર પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.
ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા અટકાયત
દ્વારકાના રૂક્ષ્મણી ગેઈટ પાસેથી દિલ્હી તથા બેંગ્લોરની ટીમો વચ્ચે ચાલી રહેલી ૨૦-૨૦ ક્રિકેટ મેચ ઉપર મોબાઈલ ફોન ઉપર જુગાર રમી રહેલા યશવંત ઉર્ફે લાલાભાઈ મગનલાલ દવે નામના ૫૩ વર્ષીય પૂજારી બ્રાહ્મણ પ્રૌઢને પોલીસે ઝડપી લીધા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!