વંથલી તાલુકાનાં સાંતલપુરધાર નજીક રહેતા શરીફાબેન કરીમભાઈ જુણેજા (ઉ.વ.ર૦)એ અસલમભાઈ હારૂનભાઈ લાડક વિરૂધ્ધ નોંધાવેલી ફરિયાદમાં જણાવેલ છે કે આ કામનાં ફરીયાદીના ભાઈ તથા આરોપીની બહેન વચ્ચે પ્રેમસંબંધ હોય તેનું મનદુઃખ રાખી આરોપીએ ફરીયાદીનાં બંધ પડેલા રહેણાંક ઝુપડાને બાકસથી આગ લગાડી સળગાવી દઈ રૂપિયા પાંચેક હજારનું નુકશાન કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા વંથલી પોલીસે તપાસ હાથ ધરી છે.
વંથલી તાલુકાનાં વાડલા ગામે માંડવીનો ભુકકો સળગાવ્યો : નુકશાન
વંથલી તાલુકાનાં વાડલા ગામનાં રમેશભાઈ બેચરભાઈ વડાલીયા (ઉ.વ.૪૭)એ અજાણ્યા શખ્સ વિરૂધ્ધ પોલીસમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામના ફરીયાદીના ખેતરમાં પડેલ માંડવીના ભુકકાનું ઢગલામાં તથા સાહેદ ક્રાંન્તીભાઈ માવજીભાઈના ખેતરમાં અળદના ઢગલામાં તથા સાહેદ મીતલભાઈ ગીરધરભાઈના ખેતરમાં ૬ પડેલ માંડવીના ભુકકામાં કોઈ અજાણ્યા માણસે આગ લગાવી બાળી નાંખી ફરીયાદીનું આશરે રૂા.૩૦૦૦૦/-નું નુકશાન કરી તેમજ સાહેદોને પણ નુકશાન કરતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews