જૂનાગઢનાં દોલતપરા દિપક પેટ્રોલ પંપની સામે કે.વી. મહેતા નગરમાં રહેતા સવજીભાઈ બાબુભાઈ રાઠોડે જૂનાગઢનાં સંજયભાઈ રબારી પાસેથી એકાદ વર્ષ પહેલા રૂા. ૭૦ હજાર ૧૦ ટકા વ્યાજે લીધેલ હોય અને જેનુ પોતે વ્યાજ ચુકવતા હોય પરંતુ છેલ્લા ત્રણ માસથી પોતાનાથી પૈસાની સગવડ ન થવાથી વ્યાજ આપેલ નહી જેની આ કામના ચાર આરોપી સંજયભાઈ રબારી, સુનીલભાઈ રબારી, રમેશભાઈ રબારી અને શૈલેષભાઈ સોલંકીએ સવજીભાઈ રાઠોડને બોલાવી વ્યાજનાં પૈસાની પઠાણી ઉઘરાણી કરી જેમફાવે તેમ ગાળો કાઢી, ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી વ્યાજનાં નાણા બળજબરીથી કઢાવવાની કોશિષ કરતાં એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે. વધુ તપાસ એ ડીવીઝનનાં પીએસઆઈ વી.આર. ચાવડા ચલાવી રહયા છે.
વરલી મટકાનો દરોડો
જૂનાગઢનાં ઝાલોરાપા કલ્યાણ સ્વીટ દુકાન સામે જાહેરમાં વરલી મટકાનો જુગાર રમતા રફીક પિંજારા, કરીમખા પઠાણ, આમદ પઠાણને રોકડ રૂા. ૪ર૦૦ તથા એવીએટલ મોટર સાયકલ મળી કુલ રૂા. ૧૪ર૦૦નાં મુદામાલ સાથે એ ડીવીઝનનાં પો.હે.કો. કે.એમ. દાફડા અને સ્ટાફે ઝડપી લીધેલ છે.